નીતિન પટેલ (ફાઇલ ફોટો) (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

ગુજરાતમાં આઠ વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સોમવારે, 26 ઓક્ટોબરે કરજણની પેટા ચૂંટણીના પ્રચાર માટે કરજણના પુરોલી ગામમાં પહોંચ્યાં હતાં. અહીં પત્રકારો સાથે તેઓ વાતચીત કરી રહ્યા હતા એ દરમિયાન તેમની ઉપર ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જોકે તેમને ચપ્પલ વાગ્યુ નહોતું. ચપ્પલ ફેંકનારા વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ નથી. નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવામાં આવ્યાની ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચપ્પલ ફેંકાયા બાદ નીતિન પટેલની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો હતો.