Sikh youth shot dead in Alberta Canada
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

જુનાગઢના આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસના આરોપી શિવા સોલંકીના પુત્ર મિત સોલંકી (ઉં.વ.22)એ સોમવારે, 26 ઓક્ટોબરે પોતાના ઘરે જ આર્મીમેન મિત્રની રિવોલ્વરમાંથી ગોળી મારી આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ થતા જ કોડીનાર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મિતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી પરિવારજનોની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસને કોઈ પણ પ્રકારના લખાણવાળી સ્યુસાઈડ નોટ મળી આવી નથી.