પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેનેડાએ ભારત અને પાકિસ્તાનથી આવતી પેસેન્જર ફ્લાઇટ પરનો પ્રતિબંધ બીજા 30 દિવસ સુધી લંબાવ્યો છે. આ પ્રતિબંધ 21 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે, એમ કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પે શુક્રવારે ણાવ્યું હતું. સીબીસીએ કેનેડાએ નાગરિક ઉડ્ડયન સત્તાવાળાએ જારી કરેલી નોટિસને ટાંકીને આ અહેવાલ આપ્યો હતો. ભારતમાં કોરોનાના કેસોમાં ઉછાળાને પગલે કેનેડાએ 22 એપ્રિલે ફ્લાઇટ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.