અમદાવાદમાં 18 એપ્રિલ 20201ના રોજ સ્વજનના મોતના સમાચાર સાંભળીને પરિવારના સભ્યોએ હૈયાફાટ રુદન કર્યું હતું. (PTI Photo)

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વધુ વિકટ બની રહી છે. રાજ્યમાં રવિવારે કોરોનાના 10,000થી વધુ કેસ નોંધાયા હતા અને 100થી વધુ લોકોના મોત થયા હતા. રાજ્યમાં પહેલીવાર કોરોનાથી 100થી વધુ દર્દીના મોત થયા હતા. રાજ્યમાં અમદાવાદ અને સુરત સૌથી વધુ અસરગ્રસ્ત છે. અમદાવાદમાં 3,694 અને સુરતમાં 2,425 નવા કેસ નોંધાયા હતા, એમ રાજ્ય સરકારે રવિવારે સાંજે જણાવ્યું હતું.

સરકારના ડેટા અનુસાર સુરતમાં સૌથી વધુ 28ના મોત થયા હતા. 24 કલાકમાં ઓલટાઈમ હાઈ 10,340 નવા કેસ નોંધાયા હતા. તેમજ 110 દર્દીના મોત થયા હતા. 3,981 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી. આમ સતત 19માં દિવસે ઓલટાઈમ હાઈ કેસ નોંધાયા છે.

રવિવારે અમદાવાદ શહેરમાં 28, સુરત શહેરમાં 28, રાજકોટ શહેરમાં 9, વડોદરા શહેરમાં 8, સુરેન્દ્રનગરમાં 7, ગાંધીનગર અને સુરત જિલ્લામાં 4-4, ભરૂચમાં 3, જામનગર શહેર અને જિલ્લામાં 3-3, બનાસકાંઠા, મોરબી, મહેસાણા, રાજકોટ જિલ્લામાં, સાબરકાંઠા અને વડોદરા જિલ્લામાં 2-2 દર્દીના મોત થયા થયા હતા. આ સાથે મૃત્યુઆંક 5,377એ પહોંચ્યો હતો. રાજ્યમાં હાલ 61,647 એક્ટિવ કેસ છે, જેમાંથી 329 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 61,318 દર્દીની હાલત સ્થિર છે.