ગુજરાતમાં સિરામિક ઉદ્યોગોને રાહત આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. સરકારની કંપની ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM (સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર)માં 2.50 રૂપિયાની વધારાની રાહત આપવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયનો કારણે મોરબી, સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના સિરામિક ઉદ્યોગને લાભ થશે.
ગેસમાં બિલમાં અગાઉ બે રૂપિયાની રાહત આપ્યા બાદ સોમવારે વધારાના 2.50 રૂપિયાની રાહત આપવાનો નિર્ણય નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે રાજ્યનો સિરામિક ઉદ્યોગ વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરી શકશે અને નિકાસ વધારી શકશે. તેની સાથે સાથે સિરામિક ક્ષેત્રે વધુ રોકાણો પણ મેળવી શકાશે અને નિકાસથી વધુ આવક મેળવી શકાશે.