Getty Images

નોર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મુંબઈમાં નશીલા પદાર્થની હેરફેરના કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ સંબંધિત આરોપની ત્રણ દિવસની આકરી પુછપરછ બાદ રિયાની ધરપકડ કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું રિયા ચક્રવર્તીએ પુછપરછ દરમિયાન સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સની વ્યવસ્થા કરતી હોવાનું અને પોતે પણ તેનું સેવન કરતી હોવાની કબૂલાત કરી છે. 14 જૂને સુશાંત સિંહના અપમૃત્યુ કેસમાં સીબીઆઇ તપાસમાં 28 વર્ષીય અભિનેત્રી રિયાનું પણ એક આરોપી તરીકે નામ ઊભર્યું હતું.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ રિયા ચક્રવર્તીના ફોનમાંથી મળેલી વોટ્સએપ ચેટના આધારે તપાસ ચાલુ કરી હતી. વોટ્સએપ ચેટમાં સુશાંત સિંહ માટે નશીલા પદાર્થની વ્યવસ્થા કરવા સંબંધિત માહિતી બહાર આવી હતી. રિયા ચક્રવર્તીને પ્રથમ રવિવારે મુંબઈમાં એજન્સીની ઓફિસમાં આવવાનું સમન મોકલવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે રિયા ચક્રવર્તીએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને જણાવ્યું હતું કે તેને જે કર્યું તે સુશાંત માટે કર્યું હતું. સોમવારે રિયા ચક્રવર્તીની તેના ભાઈ સાથે ઘણા કલાકો સાથે પૂછપરત કરવામાં આવી હતી. રિયાની ધરપકડ બાદ તેના વકીલs કહ્યું હતું, એકલી યુવતીને ત્રણ-ત્રણ એજન્સીઓ હેરાન કરી રહી છે. રિયાએ એક ડ્રગ એડિક્ટને પ્રેમ કર્યો હતો. હવે તેની જ સજા રિયાને મળી રહી છે. રિયાએ એક માનસિક રોગીને પ્રેમ કર્યો હતો