પોતાની ચાઇનીઝ મિત્ર મેન્ડી હુઆંગ (28) ને રેસીસ્ટ દુર્વ્યવહારથી બચાવવાનો પ્રયાસ કરનાર બર્મિગહામના સોલીહલની ટ્રેઇની લૉયર મીરા સોલંકી પર બર્મિગહામની ફ્રેડરિક સ્ટ્રીટ પરના એના રોચા બાર એન્ડ ગેલેરી ખાતે એક યુવાને રવિવાર 9 ફેબ્રુઆરીના રોજ હુમલો કરી માર મારતા વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે હુમલા અંગે તપાસ આદરી માહિતી માટે અપીલ કરી છે.

મીરા બારમાં મિત્રો સાથે તેનો 29 મો જન્મદિવસ મનાવી રહી હતી ત્યારે લંડનથી આવેલી તેની ચાઇનીઝ મિત્ર મેન્ડી હુઆંગ કોરોનાવાયરસ ધરાવે છે તેમ કહી એશિયન માણસોના જૂથે તેને નિશાન બનાવી હતી.

મીરા સોલંકીએ જણાવ્યું હતું કે મિત્રોએ બાર છોડી દીધા પછી સવારે 2 વાગ્યે ત્રણેય મહિલાઓનો પીછો કરી રહેલા પુરૂષો પૈકી એક પુરુષે ત્રાસ આપ્યો હતો. હું ભારતીય હોવા છતા વિવિધ દેશના લોકો સાથે હોવાથી ત્રાસ અનુભવતા એક જણે મારી પાસે આવી મને સતાવી હતી. તેણે મારા એક મિત્ર ઉપર થૂંકવાનો પ્રયત્ન કર્યો ત્યારે પણ અમે તેને અવગણવાનો પ્રયત્ન કર્યો હતો.’’

‘કોઈ કારણોસર તે ગુસ્સે થયો હતો અને મેન્ડીને ‘’ગંદા ચા**** તમારો ફ** કોરોનાવાયરસ લો અને તમારા ઘરે પાછો લઈ જાઓ.’ મીરા સોલંકી વચ્ચે પડતા એક જણાએ તેને મુક્કો મારી નીચે પાડી દેતા પેવમેન્ટ વાગતા બેભાન થઇ ગઇ હતી. સોલંકીએ છ કલાક હાર્ટલેન્ડ હોસ્પીટલમાં વિતાવ્યા હતા.

તે પછી પણ તેના મિત્રોને તે યુવાને ધમકાવવાનું ચાલુ રાખ્યું હતું અને તે યુવાનના મિત્રોએ પણ તેને રોકવા અથવા મીરાને મદદ કરવા માટે કંઇ કર્યું ન હતું.