Getty Images)

અમેરિકાના એક વરિષ્ઠ રાજદૂતે જણાવ્યું છે કે, ભારતીય સીમા સહિત અનેક મામલે ચીનની હરકતો પરથી એવું લાગે છે કે ચીન એક નાપાક ષડયંત્ર ઘડી રહ્યું છે.

તેમના મતે વૈશ્વિક મહામારી કોવિડ-19ને લઈને ચીન વિશ્વનું ધ્યાન ભટકાવી રહ્યું છે અને તેનો ફાયદો ઉઠાવી રહ્યો છે. અમેરિકાના પૂર્વ એશિયા અને પ્રશાંત મામલાના સહાયક વિદેશ મંત્રી ડેવિડ સ્ટિલવેલે આ વાત કરી છે.

અમેરિકના સહાયક વિદેશ મંત્રી સ્ટિલવેલે જણાવ્યું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર ભારત-ચીનની સ્થિતિ પર નજર રાખી રહી છે. સ્ટિલવેલે કોન્ફરન્સ કોલ દ્વારા પત્રકારોને જણાવ્યું કે, ચીનની ભારત પર કરાયેલી કાર્યવાહી તેની ડોકલામ સહિત ભારતીય સીમા પર પહેલાની કેટલીક ગતિવિધિઓની જેમ જ છે.

સ્ટિલવેલે જણાવ્યું કે, એવું લાગી રહ્યું છે કે, હાલ દુનિયાનું ધ્યાન લોકોના જીવ બચાવવા પર છે. ચીન આવા સમયનો ફાયદો ઉઠાવવાના એક તક તરીકે જોઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, અમે ભારત-ચીન સીમા વિવાદ પર નજર રાખી રહ્યા છે.