(Photo by STRDEL/AFP via Getty Images)

બોલિવુડના અભિનેતા અક્ષય કુમાર અને પત્ની ટ્વીન્કલ ખન્નાએ અક્ષય કુમાર અને ટ્વીન્કલ ખન્નાએ 100 ઓક્સિજન કન્સન્ટ્રેટર દાન કરવાનો નિર્ણય લીધો છે. સ્ટાર દંપતીના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે. ટ્વીન્કલ ખન્નાએ ઓક્સિજન કન્સન્ટ્રેટર દાન કરવાની વાત ટ્વિટરના માધ્યમથી શેર કરી હતી. તેણે લખ્યું, “લંડન એલીટ હેલ્થના ડૉ. દ્રશનિકા પટેલ અને ડૉ. ગોવિંદ બંકાની દેવિક ફાઉન્ડેશનના મારફત 120 ઓક્સિજન કન્સન્ટ્રેટર દાન કરી રહ્યા છે. ત્યારે મેં અને અક્ષય કુમારે પણ 100 ઓક્સિજન કન્સન્ટ્રેટરની વ્યવસ્થા કરી છે. આ પ્રકારે કુલ 220 ઓક્સિજન કન્સન્ટ્રેટરની વ્યવસ્થા થઈ છે. લીડ્સ માટે આભાર. ચાલો આપણે સૌ આપણી ફરજ નિભાવીએ.”