Dominic Raab (Photo by Frank Augstein - WPA Pool/Getty Images)

બ્રિટનના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ડોમિનિક રાબે વ્લાદિમીર પુતિન યુક્રેન કટોકટીમાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે તેવી આશંકાઓને ફગાવી તેમની ધમકીઓને “રેટોરિક અને બ્રિન્કમેનશિપ” ગણાવી છે.

ફરીથી નો-ફ્લાય ઝોન લાદવાનો ઇનકાર કરી શ્રી રાબે દલીલ કરી હતી કે, “અમે પુટિન સાથે સીધા લશ્કરી સંઘર્ષમાં આવવાના નથી. પુતિન કહેવા માંગે છે કે તે વાસ્તવમાં પશ્ચિમ સાથે સંઘર્ષમાં છે પણ તેવું નથી. નો-ફ્લાય ઝોન ખૂબ મુશ્કેલ અને ખૂબ જ પડકારજનક છે. રશિયન રાષ્ટ્રપતિ પાસે ખોટી માહિતી અને પ્રચારનો ટ્રેક રેકોર્ડ છે. રશિયા સામે લાદવામાં આવેલા પ્રતિબંધો યુદ્ધની ઘોષણા નહિં પણ તે કાયદેસર રીતે વાજબી પણ પ્રમાણસર પગલાં છે. રશિયન કમાન્ડરો અને પુતિનના ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) માં યુદ્ધ અપરાધો માટે કાર્યવાહી થવાનું જોખમ ધરાવે છે.’’

શ્રી રાબે યુકે દ્વારા સંઘર્ષમાંથી ભાગી રહેલા કેટલાક મિલિયન-વધુ શરણાર્થીઓને વધુ ઉદાર ઓફર આપવાની ભલામણને નકારી કાઢી કહ્યું હતું કે તેમ કરવું “ખોટું છે. યુકેએ વિઝા નિયમોને માફ કરવાનો ઇનકાર કર્યો છે. જ્યારે EUએ આગામી ત્રણ વર્ષ સુધી તેની સરહદો પાર કરતા તમામ યુક્રેનિયનોને આશ્રયની ઓફર કરી છે.

શ્રી રાબે યુક્રેનીયન લોકોને અસાયલમ આપવા અંગે જણાવ્યું હતું કે “અમારે અમારી સુરક્ષાને જોવી પડશે. જાહેર સમર્થન અતુલ્ય, ખૂબ જ ગતિશીલ, જબરજસ્ત રહ્યું છે. બની શકે છે કે લોકો સરકારના ઉદાર પગલાંનો વિરોધ કરશે.’’