(ANI Photo)

આ વર્ષની પ્રજાસત્તાક દિનની પરેડમાં 16 માર્ચિંગ કન્ટીન્જેન્ટ, 17 મિલિટરી બેન્ડ તથા વિવિધ રાજ્યો, વિભાગો અને લશ્કરી દળોના 25 ટેબ્લો હશે, એમ ઇન્ડિયન આર્મીએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

આ પરેડમાં આર્મીની મેકેનાઇઝ્ડ કોલમ એક PT-76 ટેન્ક, એક સેન્ચુરીયન ટેન્ક, બે MBT અર્જૂન MK-I ટેન્ક, એક OT-62 TOPAS આર્મર્ડ પર્સનલ કેરિયર, એક BMP-I ઇન્ફેન્ટ્રી ફાઇટિંગ વ્હિકલ અને બે BMP-II ઇન્ફેન્ટ્રી ફાઇટિંગ વ્હિકલનું પ્રદર્શન કરશે.

પરેડમાં 75/24 પેક હોવિત્ઝર, બે ધનુષ હોવિત્ઝર્સ, પીએમએસ બ્રિજ-લેઇંગ સિસ્ટમ, બે સર્વત્ર બ્રિજ-લેઇંગ સિસ્ટમ, એક એચટી-16 ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ, બે તારણ શક્તિ ઇલેક્ટ્રિક વોરફેર સિસ્ટમ્સ, એક ટાઇગર કેટ મિસાઇલ સિસ્ટમ અને બે આકાશ મિસાઇ સિસ્ટમ્સને પણ સામેલ કરાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના 1971ના યુદ્ધમાં પીટી-76, સેન્ચુરીયન ટેન્ક, ઓટી-62 અને 75/24 હોવિત્ઝરે પાકિસ્તાનના હરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ યુદ્ધ પછી બાંગ્લાદેશનું સર્જન થયું હતું.ઇન્ડિયન આર્મીની છ માર્ચિગ કન્ટીજેન્ટ્સમાં રાજપૂત રેજિમેન્ટ, આસામ રેજિમેન્ટ, જમ્મુ એન્ડ કાશ્મીર લાઇટ ઇન્ફેન્ટ્રી, શીખ લાઇટ ઇન્ફેન્ટ્રી, આર્મી ઓર્ડેનન્સ કોર્પ રેજિમેન્ટ અને પેરાશુટ રેજિમેન્ટનો સમાવેશ થાય છે. ભારતીય હવાઇ દળ અને ભારતીય નૌકાદળ પ્રત્યેકની એક માર્ચિંગ કન્ટીન્જેન્ટ હશે.

કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની પાંચ માર્ચિંગ કન્ટીન્જેન્ટ હશે, જેમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ), સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ પોલીસ ફોર્સ, સશસ્ત્ર સીમા બળ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)નો સમાવેશ થાય છે.

પ્રજાસત્તાક દિન પરેડના પ્રારંભ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ વોર મેમોરિયલ ખાતે પુષ્પમાળા ચડાવીને વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપશે. પરેડનો પ્રારંભ સવારે 10.30 થશે અને બપોરે 12 વાગે આ સમારંભનું સમાપન થશે. વિવિધ રાજ્યો, વિભાગ અને સશસ્ત્ર દળોના 25 ટેબ્લો (ઝાંખી) રજૂ થશે. ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસની એક ટીમ અને બોર્ડર સિક્યોરિટી ઓફિસરની ફિમેલ ટીમ મોરસાઇકલ રાઇડ કરશે.