બ્રિટનના બર્મિંગહામ શહેરમાં કેટલાંક લોકોના સ્ટેમ્બિંગની એક મોટી ઘટના બની હતી. એક હુમલાખોરે કરેલા સંખ્યાબંધ સ્ટેમ્બિંગ એક વ્યક્તિનું મોત થયું હતું અને બીજા સાત વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યા હતા. હુમલાખોરની શોધ ચાલુ છે. એમ બ્રિટનની પોલીસે જણાવ્યું હતું.
સ્ટેબિંગની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે એક પુરુષ અને મહિલાને ગંભીર ઇજા થઈ હતી. બીજા પાંચ વ્યક્તિને ઈજા થઈ છે, પરંતુ તે ગંભીર પ્રકારની નથી.
રેસ્ટાંરા, નાઇટક્લમ અને બાર ધરાવતા જાણીતા સ્થળ આર્કેડિયન સેન્ટ્રલમાં હુમલો થયો હતો. હુમલાખોરે લિવરી સ્ટ્રીટ, ઇરવિન સ્ટ્રીટ અને આખરે હર્સ્ટ સ્ટ્રીટમાં આ હુમલો કર્યો હતો. વેસ્ટ મિડલેન્ડ પોલીસે સંખ્યાબંધ લોકોના સ્ટેબિંગને પુષ્ટી આપી હતી, પરંતુ જણાવ્યું હતું કે ગોળીબાર કરવામાં આવ્યો હોવાના અહેવાલ અંગેની તેની પાસે કોઇ માહિતી નથી.
વેસ્ટ મિડલેન્ડ પોલીસે જણાવ્યું હતું કે આ સ્ટેબિંગ ત્રાસવાદી કૃત્ય કે ગેંગવોર સંબંધિત કૃત્ય લાગતું નથી. પોલીસ આ હુમલાખોરની શોધ કરી રહી છે.