બેસ્ટવે ગ્રુપે પોતાના વારસાને વધુ મજબૂત બનાવી પોતાની ચેરિટેબલ શાખા, બેસ્ટવે ફાઉન્ડેશન દ્વારા 32મા વાર્ષિક એસ્કોટ ચેરિટી રેસ ડે પ્રસંગે એકત્ર કરવામાં આવેલ £250,000નું દાન બ્રિટિશ એશિયન ટ્રસ્ટને આપ્યું છે. આ દાન યુકેના સૌથી સખાવતી બિઝનેસ જૂથોમાંના એક તરીકે બેસ્ટવેની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવે છે.
બેસ્ટવે ગ્રુપના ચેરમેન લોર્ડ ચૌધરી CBE SI Pk, બેસ્ટવે બોર્ડના સભ્યો સહિત ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવ હૈદર ચૌધરી અને બેસ્ટવે હોલસેલ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર દાઉદ પરવેઝ દ્વારા લંડનના પાર્ક રોયલમાં બેસ્ટવે ગ્રુપના મુખ્ય કાર્યાલયમાં આ દાનના જાહેરાત કરવામાં આવી હતી.
યુકેની સૌથી સફળ કોર્પોરેટ ચેરિટી ઇવેન્ટ્સમાંની એક અને 30થી વધુ ચેરિટીઝ માટે લાખો પાઉન્ડ એકત્ર કરનાર ઇવેન્ટની શરૂઆત 1994માં થઇ હતી. જેને દર વર્ષે બેસ્ટવેના 800થી વધુ બિઝનેસ પાર્ટનર્સ, સપ્લાયર્સ અને સાથીદારો દ્વારા સમર્થન આપવામાં આવે છે.
2007માં મહામહિમ કિંગ ચાર્લ્સ ત્રીજા દ્વારા સ્થાપિત, બ્રિટિશ એશિયન ટ્રસ્ટ ડાયસ્પોરા-નેતૃત્વ હેઠળનું આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન છે. તે સાઉથ એશિયામાં શિક્ષણ અને આજીવિકા જેવા ક્ષેત્રોમાં મોટા પાયે, પરિવર્તન લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
લોર્ડ ઝમીર ચૌધરીએ કહ્યું હતું કે“ચેરિટી હંમેશા બેસ્ટવેના કુટુંબ અને વ્યવસાયિક મૂલ્યોમાં કેન્દ્રિય રહી છે અને બેસ્ટવે ફાઉન્ડેશન દ્વારા અમે સખાવતી કાર્યોને સમર્થન આપીએ છીએ.
બ્રિટિશ એશિયન ટ્રસ્ટના વાઇસ ચેરમેન આસિફ રંગૂનવાલા CBE એ કહ્યું હતું કે“અમે સર અનવર પરવેઝ, OBE H Pk, ધ લોર્ડ ચૌધરી CBE SI Pk અને બેસ્ટવે ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓના ઉદાર દાન બદલ ખૂબ આભારી છીએ.”
સર અનવર પરવેઝ OBE H Pk દ્વારા 1987 માં સ્થાપિત, બેસ્ટવે ફાઉન્ડેશને શિક્ષણ અને આરોગ્યસંભાળ પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને, યુકે અને વૈશ્વિક સ્તરે સખાવતી કાર્યો માટે US $ 57 મિલિયનથી વધુનું દાન કર્યું છે.
