અમદાવાદના કાંકરિયા લેક સ્થિત EKA એરેના ખાતે શનિવાર, 11 ઓક્ટોબરે યોજાયેલા 71મા ફિલ્મફેર એવોર્ડ્સ આમિર ખાનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ, ‘લાપતા લેડિઝ’ છવાઈ ગઈ હતી. અભિનેતા અભિષેક બચ્ચન 25 વર્ષ પછી પ્રથમ ‘બેસ્ટ એક્ટર’નો એવોર્ડ મળ્યો હતો. જાજરમાન સમારંભનું સંચાલન શાહરૂખ ખાન, કરણ જોહર અને મનીષ પોલે સંચાલન કર્યું હતું.
આ સમારભમાં શાહરૂખ, કૃતિ સેનન, એસ અને કાજોલ સહિત અન્ય કલાકારોએ પર્ફોમન્સ આપ્યું હતું. લાપતા લેડીઝે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો સાથે કુલ 13 ટ્રોફી જીતીને એક ફિલ્મ દ્વારા સૌથી વધુ એવોર્ડના રેકોર્ડની બરાબરી કરે છે. અગાઉ ગલી બોયએ કુલ 13 એવોર્ડ મળ્યાં હતાં. અભિષેક બચ્ચન અને કાર્તિક આર્યનને શ્રેષ્ઠ મુખ્ય અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો, જ્યારે આલિયા ભટ્ટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો. અભિષેકને આ એવોર્ડ શૂજિત સરકારની ‘આઇ વોન્ટ ટુ ટૉક’ માટે મળ્યો હતો. કાર્તિક આર્યનને ‘ચંદુ ચેમ્પિયન‘ માટે મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. કાર્તિકે અગાઉ 2023માં ‘ભૂલ ભુલૈયા 2’ માટે એવોર્ડ જીત્યો હતો. આલિયા ભટ્ટને ‘જીગરા’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.. સંગીત અને મનોરંજનમાં યોગદાન બદલ ઝીનત અમાન અને શ્યામ બેનેગલ (મરણોત્તર), તથા સંગીતકાર અચિંત ઠક્કરને વિશેષ પુરસ્કારો અપાયા હતાં.
ગયા વર્ષની જેમ આ સમારોહનું આયોજન ગુજરાતમાં થયું હતું. શાહરૂખ ખાન, અક્ષય કુમાર, કરણ જોહર અને કાર્તિક આર્યન સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સે અમદાવાદની સાંજને ખાસ બનાવી. 2024માં રિલીઝ થયેલી કેટલીક ફિલ્મોને ફિલ્મફેર એવોર્ડ્સથી સન્માનિત કરાઈ હતી.
એવોર્ડ્સ વિજેતા ફિલ્મ
બેસ્ટ ફિલ્મ- લાપતા લેડીઝ
બેસ્ટ ડિરેક્ટર કિરણ રાવ
શ્રેષ્ઠ અભિનેતા (મુખ્ય ભૂમિકા) -અભિષેક બચ્ચન/કાર્તિક આર્યન
શ્રેષ્ઠ અભિનેત્રી-આલિયા ભટ્ટ
શ્રેષ્ઠ સહાયક અભિનેતા- રવિ કિશન
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી- છાયા કદમ
બેસ્ટ ડેબ્યૂ (મેલ)-લક્ષ્ય લાલવાની કિલ
બેસ્ટ ડેબ્યૂ (ફીમેલ)- નિતાંશી ગોયલ
શ્રેષ્ઠ ફિલ્મ (ક્રિટીક્સ)-આઇ વોન્ટ ટુ ટૉક
શ્રેષ્ઠ એક્ટર (ક્રિટીક્સ) રાજકુમાર રાવ
શ્રેષ્ઠ એક્ટ્રેસ (ક્રિટીક્સ) પ્રતિભા રાંટા
શ્રેષ્ઠ સ્ક્રીનપ્લે સ્નેહા દેસાઈ
બેસ્ટ સ્ટોરી આદિત્ય ધર, મોનલ ઠક્કર
શ્રેષ્ઠ મ્યુઝિક આલ્બમ રામ સંપત
બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)-અરિજીત સિંહ
બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ)-મધુબંતી બાગ્ચી
બેસ્ટ લિરિક્સ પ્રશાંત પાંડે
બેસ્ટ સિનેમેટોગ્રાફી-રફી મહેમૂદ
બેસ્ટ કોરિયોગ્રાફી-બોસ્કો સીઝર
બેસ્ટ કોસ્ચ્યુમ-દર્શન જલન
