હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટીંગે ચેતવણી આપી છે કે ડોકટરો સાથે સંકળાયેલી શ્રેણીબદ્ધ એન્ટી સેમેટીઝમ (યહૂદી વિરોધી) ઘટનાઓ બાદ NHS યહૂદી દર્દીઓનું રક્ષણ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. સ્ટ્રીટીંગે જનરલ મેડિકલ કાઉન્સિલ (GMC) અને મેડિકલ પ્રેક્ટિશનર્સ ટ્રિબ્યુનલ સર્વિસ (MPTS) ના તાત્કાલિક પુનર્ગઠનની માંગ કરી જાતિવાદી અને યહૂદી વિરોધી વિચારો ફેલાવતા તબીબો સામે તેમની વારંવારની નિષ્ક્રિયતાની ટીકા કરી હતી.

ટ્રેઇની સર્જન ડૉ. રહેમેહ અલાદવાને એક પોસ્ટમાં કહ્યું હતું કે ઇઝરાયલીઓ નાઝીઓ કરતા પણ ખરાબ હતા અને હોસ્પિટલને યહૂદી સર્વોપરિતા ‘’સેસપીટ” તરીકે વર્ણવી હતી. આમ છતાય તેમને પ્રેક્ટિસ ચાલુ રાખવા માટે મંજૂરી આપવામાં આવી હતી. કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટ ડૉ. રેહિયાના અલીએ 7 ઓક્ટોબરના હમાસ હુમલાઓની પ્રશંસા કરી ઇઝરાયલને નાબૂદ કરવાની હાકલ કરી હતી.

7 ઓક્ટોબર, 2023ના હુમલાઓ પછી 123 ડોકટરો સંબંધિત લગભગ 500 ફરિયાદો GMCને સબમિટ કરવામાં આવી છે; 84% ફરિયાદો ટ્રાયજ સ્ટેજ પર બંધ કરવામાં આવી હતી. મનોજ સેન જેવા દુર્લભ કિસ્સાઓમાં જ શિસ્તભંગના પગલાં લેવાયા છે, જેમને સોશિયલ મીડિયા પર યહૂદી વિરોધી પોસ્ટ્સ પછી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

યહૂદી ડોકટરોએ NHS અને બ્રિટિશ મેડિકલ એસોસિએશનમાં વ્યાપક યહૂદી વિરોધી વલણનો ઉલ્લેખ કરીને કામ પર જતા ડરતા હોવાની જાણ કરી છે. દર્દીઓએ અપમાનજનક પોસ્ટરો અને પેલેસ્ટાઇન તરફી પ્રતીકો દર્શાવતા સ્ટાફ સહિતની દુઃખદ ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે. કેન્પેઇનર્સ અને સ્ટ્રીટીંગ દલીલ કરે છે કે રેગ્યુલેટર્સ જાહેર સલામતી જાળવી રાખવામાં નિષ્ફળ રહી છે અને યહૂદી દર્દીઓ અને સ્ટાફ બંનેનું રક્ષણ કરવા માટે પ્રણાલીગત સુધારાની હાકલ કરે છે.

LEAVE A REPLY