ભક્તિવેદાંત મેનોર – હરેકૃષ્ણ મંદિરના પૂર્વ અધ્યક્ષ પૂ. શ્રુતિધર્મ દાસનુ નિધન

0
946

ભક્તિવેદાંત મેનોર – હરેક્રિષ્ણ મંદિર, વોટફર્ડના અધ્યક્ષ રહી ચૂકેલા પૂ. શ્રી શ્રુતિધર્મ દાસ જીનુ તા. 10-3-20ના મંગળવારે સાંજે નિધન થયુ હતુ. તેમણે ભક્તિવેદાંત મેનોર મંદિરની ભક્તિમય સેવા અર્થે અને હરેકૃષ્ણ મુવમેન્ટ માટે પોતાનુ સર્વસ્વ ન્યોચછાવર કરી દીધું હતુ.

2018 ની શરૂઆતમાં શ્રુતિધર્મ દાસ જીને કેન્સર હોવાનું નિદાન થતાં તેમને તેમણે સક્રિય સેવામાંથી પીછેહઠ કરવી પડી હતી. ત્યારબાદ તેમણે શ્રી કૃષ્ણ ચેતનામાં લીન થઈને પોતાનો સમય પસાર કર્યો હતો. આ સમય દરમિયાન તેમણે તેમના અભિવ્યક્ત પ્રેમ અને ઉંડી કૃતજ્ઞતા સાથે મંદિરના અતિથિઓ અને અંગત સંભાળ રાખનારા કેરરને સતત પ્રેરણા આપવાનું ચાલુ રાખ્યું. દુ:ખ અને દર્દની ફરિયાદ કર્યા વિના તેમણે તેની ભગવાનની દયા તરીકે સ્વીકારી લીધાં હતાં.

તેમના અંતિમ કલાકોમાં ભક્તો કીર્તન માટે ભેગા થયા હતા અને તેમને પૂજારી દ્વારા લાવવામાં આવેલો સુંદર હાર પહેરાવ્યા બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

તેમણે ભક્તિવેદાંત મેનોર મંદિર અધ્યક્ષ તરીકે પણ સેવાઓ આપી હતી અને બુધવારે તા. 14 ફેબ્રુઆરી 2018ના રોજ તેમને બકિંગહામ પેલેસ ખાતે બ્રિટીશ કોમનવેલ્થના કાર્યક્રમમાં નિમંત્રણ આપવામાં આવ્યુ હતુ. તેઓ આ કાર્યક્રમમાં પ્રિન્સ ચાર્લ્સને પણ મળ્યા હતા. તેઓ દીપાવલિ અને અન્ય ઘણાં કાર્યક્રમ દરમિયાન 10 ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે વડા પ્રધાનના ઘરે પ્રાર્થના કરી ચૂક્યા છે.

શ્રધ્ધાંજલિ સભા

પૂ. શ્રી શ્રુતિધર્મ દાસ જીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા એક સભાનુ આયોજન ગુરૂવાર તા. 12 માર્ચના રોજ સવારે 11:30થી બપોરે 1.45 દરમિયાન ભક્તિવેદાંત મેનોર શ્રી કૃષ્ણ હવેલી ખાતે રાખવામાં આવ્યુ છે. જેમાં પ્રાર્થના અને કીર્તન કરી પુષ્પાંજલિ અર્પણ કરાશે.

અંત્યેષ્ઠી

પૂ. શ્રી શ્રુતિધર્મ દાસ જીના અંતિમ સંસ્કાર ગુરૂવાર તા. 12 માર્ચના રોજ બપોરે 3થી 4 દરમિયાન સેન્ટ મેરીલબોન ક્રેમેટોરિયમ, ઇસ્ટ એન્ડ રોડ, ફિંચલી, લંડન N2 0SE ખાતે કરાશે. સ્મશાન ખાતે મર્યાદિત જગ્યા હોવાથી સૌને શ્રધ્ધાંજલિ સભામાં ભાગ લેવા વિનંતી કરાઇ છે.

કીર્તન

પૂ. શ્રી શ્રુતિધર્મ દાસ જીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા તા. 11, 12, 14 ના રોજ સાંજે 7થી 9 અને તા. 15ના રોજ બપોરે 4થી 9 દરમિયાન શ્રી કૃષ્ણ હવેલી – ભક્તિવેદાંત મનોર ખાતે અને તા. 13ના રોજ સાંજે 7થી 9 દરમિયાન ભક્તિવેદાંત મનોર મંદિર ખાતે કિર્તન થશે.

ભક્તિવેદાંત મેનોર મંદિર ફરીથી ખુલ્લુ મુકાયુ

એક સ્વયંસેવકને કોરોનાવાયરસનો ચેપ લાગતા બંધ કરાયેલુ વોટફર્ડ સ્થિત ભક્તિવેદાંત મેનોર મંદિર તા. 11 માર્ચ બુધવારથી સંપૂર્ણ રીતે ખુલ્લું મુકાયુ હતુ અને તેની તમામ પ્રવૃત્તિઓ સામાન્ય મુજબ ફરી શરૂ કરાઇ હતી.

મંદિર દ્વારા પોતાની જાતને અને અન્યને સુરક્ષિત રાખવા માટે નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરવા સૌને વિનંતી કરવામાં આવી હતી. તેમજ વૃદ્ધો અને જે લોકો પહેલા બીમાર રહી ચૂક્યા છે તેવા લોકો પર જોખમ વધુ હોવાથી જો તેઓ અસ્વસ્થ હોય તો સાજા ન થાય ત્યાં સુધી મંદિરની મુલાકાત લેવાનું મોકૂફ રાખવા વિનંતી કરવામાં આવી હતી.