ભારતમાં કોરોના મહામારીને કારણે મૂકવાં આવેલા નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપવામાં આવી છે. આગામી 12 સપ્ટેમ્બરથી ભારતીય રેલવે નવી 80 ટ્રેનો દોડવશે. આ સ્પેશિયલ ટ્રેનનું રિઝર્વેશન બુકીંગ દસમી સપ્ટેમ્બરથી શરૂ કરાશે, એમ રેલવે બોર્ડના ચેરમેન વી કે યાદવે શનિવારે, 5 સપ્ટેમ્બરે જણાવ્યું હતું. આ ટ્રેનો અંગેની વધુ વિગતો ટૂંકસમયમાં જાહેર કરાશે.
પરીક્ષા માટે રાજ્યો માંગ કરશે ત્યાં ટ્રેન મોકલવામાં આવશે. વેઇટિંગ વધુ હશે ત્યાં વધુ ટ્રેનો મુકાશે. ’80 નવી ટ્રેનો બારમી સપ્ટેમ્બરથી શરૂ કરાશે. આ ટ્રેનો માટેનું બુકીંગ દસમી સપ્ટેમ્બરથી ચાલુ થશે.યાદવે કહ્યું હતું કે કઇ ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ લાંબુ છે તે નક્કી કરવા હાલમાં જે ટ્રેનો ચાલે છે તેની પર રેલવે દ્વારા નિરિક્ષણ કરાશે. ‘જ્યાં પણ કોઇ ખાસ ટ્રેન માટે માગ હશે અને જ્યાં પણ વેઇટિંગ લીસ્ટ લાબું હશે ત્યાં મૂળ ટ્રેનની પહેલા એક ડુપ્લીકેટ ટ્રેન ચલાવીશું કે જેથી મુસાફરો પોતાના ગંતવ્ય સ્થળે જઇ શકે’. જે રાજ્યમાંથી પરીક્ષા અથવા અન્ય કોઇ કારણસર ટ્રેન ચલાવવાની માંગણી કરાશે ત્યાં ટ્રેન મોકલવામાં આવશે.