પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ટાટા મોટર્સ સાત વર્ષ પછી મારુતિ સુઝુકીને પાછળ રાખીને 30 જાન્યુઆરીએ દેશની સૌથી મૂલ્યવાન ઓટો કંપની બની હતી. મંગળવાર, 30 જાન્યુઆરીએ ટાટા મોટર્સનું માર્કેટકેપ આશરે રૂ.3.15 ટ્રિલિયન થયું હતું, જે મારુતિના રૂ.3.13 ટ્રિલિયન કરતાં વધુ છે.

છેલ્લા એક વર્ષમાં ટાટા મોટર્સના શેરનો દેખાવ જોરદાર રહ્યો છે અને આ સ્ટોકે રોકાણકારોને 90 ટકા કરતા વધારે વળતર આપ્યું છે. ટાટા મોટર્સે નિફ્ટી ઓટો અને નિફ્ટીને પણ પાછળ રાખી દીધા છે. છેલ્લા એક વર્ષમાં નિફ્ટી ઓટોમાં 41 ટકા વધારો થયો છે જ્યારે નિફ્ટીએ 23 ટકા રિટર્ન આપ્યું છે. ચાલુ મહિનાની શરૂઆતમાં કંપનીએ જાહેરાત કરી હતી કે 30 ડિસેમ્બર 2023ના રોજ સમાપ્ત થયેલા ક્વાર્ટરમાં જગુઆર લેન્ડ રોવર (જેએલઆર)નું વેચાણ 27 ટકા વધ્યું હતું અને કંપનીએ 1.01 લાખ કરતા વધારે કારનું વેચાણ નોંધાવ્યું હતું. ક્રમિક ધોરણે જોવામાં આવે તો વેચાણમાં 4 ટકાનો વધારો થયો છે. આ વેચાણના આંકડામાં કંપનીના ચાઈનીઝ યુનિટના સેલ્સનો સમાવેશ નથી.

જેએલઆરના ટોચના ત્રણ બેસ્ટ સેલિંગ મોડેલનું વોલ્યુમ પણ જોરદાર વધ્યું છે. જેમાં રેન્જ રોવર સ્પોર્ટ્સના વોલ્યુમમાં 49 ટકા, રેન્જ રોવરના વેચાણમાં 12 ટકા અને ડિફેન્ડરના વેચાણમાં 14 ટકાનો વધારો થયો છે.

LEAVE A REPLY

17 − ten =