સાઉથ એશિયન હેરિટેજ મંથ દરમિયાન, ડીપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શનના સ્ટેટ મિનિસ્ટર અને એમપી સર સ્ટીફન ટીમ્સે ૨૩ જુલાઈના રોજ ઇસ્ટ ઇન્ડિયા કંપની (EIC) ટ્રેઇલ વિષે વધુ માહિતી મેળવવા અને યોગદાન આપનારા લોકો સાથે જોડાવા માટે સેન્ટ પોલ કેથેડ્રલની મુલાકાત લીધી હતી.
ચેપ્ટર હાઉસ ખાતે, તેઓ સ્ટેપની કોમ્યુનિટી ટ્રસ્ટ સાથે સહયોગ શરૂ કરનાર વિઝિટર એંગેજમેન્ટના ડિરેક્ટર સેન્ડ્રા લાઇન્સ ટિમ્બ્રેલને મળ્યા હતા.
આ પ્રોજેક્ટ ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે જોડાયેલા કેથેડ્રલ સ્મારકોના પુનઃઅર્થઘટન દ્વારા સાઉથ એશિયામાં બ્રિટનના શાહી ઇતિહાસ પર જાહેર પ્રતિબિંબને આમંત્રણ આપે છે.
સર સ્ટીફને કહ્યું: “મારા મતદાર આસિફ શકુરે મને ભારતમાંથી તેમના દાદાની વાર્તા પર આધારિત તેમના રસપ્રદ કાર્યને જોવા માટે આમંત્રણ આપ્યું હતું. સ્ટેપની કોમ્યુનિટી ટ્રસ્ટ, યુનિવર્સિટી ઓફ ઇસ્ટ લંડન અને કેથેડ્રલ સ્ટાફની સાથે, તેઓ ૧૯મી સદીના લશ્કરી સ્મારકોમાં વસાહતીઓનો અવાજ ઉમેરવામાં મદદ કરી રહ્યા છે. તે ખૂબ જ રસપ્રદ મુલાકાત હતી.”
ડૉ. જ્યોર્જી વેમિસે વારસાના વિચારોને ફરીથી આકાર આપવાની ટ્રેઇલની શક્તિ પર ભાર મૂક્યો હતો. કલેક્શનના વડા સાઇમન કાર્ટરે EIC-સંબંધિત સ્મારકોનો પ્રવાસ કર્યો હતો, જેનું પુનર્નિર્માણ આસિફ શકુર, અબ્દુલ સબુર કિડવાઈ અને ટેરીન ખાનમ BEM સહિતના સંશોધકો દ્વારા કરવામાં આવ્યું હતું.
EIC ટ્રેઇલ નવેમ્બર 2026 સુધી ચાલશે. જુઓ: www.stpauls.co.uk/east-india-company-st-pauls.
