
પૂ. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે ૨૬ જુલાઈ, શનિવારના રોજ લેસ્ટરના શ્રી હનુમાન મંદિરની મુલાકાત લઇ નવા મંદિરના પ્રવેશદ્વારનો શુભાંરભ કરી ધાર્મિક પાઠનું નેતૃત્વ કર્યું હતું. પવિત્ર શ્રાવણ મહિના પ્રસંગે શ્રી હનુમાન મંદિરમાં ભગવાન શિવની પૂજાના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
૨૫ થી ૩૧ જુલાઈ સુધી એક અઠવાડિયા દરમિયાન યોજાયેલા વિવિધ કાર્યક્રમો અંગે શ્રી હનુમાન મંદિરના સેક્રેટરી રાજેશ પટેલે જણાવ્યું હતું કે: “દૈનિક પાઠ ભક્તોને પ્રાર્થના, ભક્તિ અને શ્રાવણની દૈવી ઊર્જામાં ડૂબી જવાની તક આપે છે. આ પવિત્ર મહિનામાં મંદિરમાં પૂજ્ય આચાર્ય શ્રીનું સ્વાગત કરીને અને તેમની હાજરીથી સન્માનિત થઈને આપણે ખરેખર ભાગ્યશાળી થયા છીએ.”
સંર્પક: મંદિર 0116 266 5717.
