13 ડિસેમ્બર 2009ના રોજના આ ફાઇલ ફોટોમાં બિઝનેસમેન મેહુલ ચોક્સી (ડાબી બાજુ) અને બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વસી શર્મા (જમણી બાજુ) (Photo by STR/AFP via Getty Images)

ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોક્સીને ભારત પરત લાવવા માટે ડોમિનિકા ગયેલી ભારતની સ્પેશ્યલ ટીમ ખાલી હાથે પાછી આવી છે. ડોમિનિકાની કોર્ટે તેના પ્રત્યાર્પણ અંગેની સુનાવણી મોકૂફ રાખ્યા બાદ ભારતની ટીમ કતાર એરવેઝના પ્રાઇવેટ જેટમાં પરત ફરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ડોમિનિકાના મીડિયા અહેવાલ મુજબ કોર્ટમાં આગામી સુનાવણી અંગે એક મહિના પછી થવાની ધારણા છે અને આ બિઝનેસ ડોમિનિકામાં રહેશે.

મેહુલ ચોક્સીને ડોમિનિકાથી ભારતમાં લાવવા માટે સરકારે પ્રાઇવેટ જેટમાં 28 મેના રોજ સ્પેશિયલ ટીમ મોકલી હતી અને 3 જૂનના રોજ રાતે પરત આવી ગઈ છે. 8 દિવસની ડોમિનિકા મુલાકાત પછી પણ કૌભાંડી મેહુલ ચોક્સી ભારતને મળ્યો નથી અને દેશે એની પાછળ રૂ. 3 કરોડનો ખર્ચ કર્યો હોવાનો અંદાજ છે. મેહુલ ચોક્સી પંજાબ નેશનલ બેન્કમાં રૂ.13,500 કરોડના કૌભાંડના કેસમાં ભારતમાં વોન્ટેડ જાહેર થયેલો છે. મહેલુ ચોક્સી અને તેનો ભાણો નીરવ મોદી જાન્યુઆરી 2018માં ભારતમાંથી વિદેશમાં ભાગી ગયા હતા. ચોક્સી આ પછી એન્ટીગુઆમાં શરણ લીધું હતું. 23મે એન્ટિગુઆમાંથી ગુમ થયો હતો