પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 6 જૂને નાણા નીતિની સમીક્ષા કરીને વ્યાજદર સ્થિર રાખ્યા હતા, પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના જીડીપી વૃદ્ધિદરના અંદાજને ઘટાડીને 9.5 ટકા કર્યો હતો.
રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિના અંદાજને 10.5 ટકાથી ઘટાડીને 9.5 ટકા કર્યો છે. નાણાકીય વર્ષ 2021-22 માટે રિટેલ ફુગાવાનું અનુમાન 5.1 ટકા કરવામાં આવ્યું છે.

RBI ના અનુમાન મુજબ નાણાંકીય વર્ષ 2021-22 માં જીડીપી ગ્રોથ 9.5 ટકા રહી શકે છે. આ આંકડો સારો છે. જોકે, રિઝર્વ બેંકે પહેલાં કરેલાં અનુમાન એટલેકે, 10.5 ટકા કરતા ઓછો છે. ગર્વનરે કહ્યુંકે, આ વર્ષે ચોમાસુ પણ સારું રહેશે તેવું અનુમાન છે. જેને કારણે ગ્રામીણ વસ્તુઓની માગ વધશે. જેનાથી જીડીપીને ખુબ મજબુતી મળશે.