રાયન એરના ચીફ એક્ઝિક્યુટિવ માઇકલ ઓ’લિયરે કહ્યું છે કે મુસ્લિમ માણસોની એરપોર્ટ પર વધુ તપાસ થવી જોઇએ કેમ કે તેમના તરફથી જ ધમકી આવે છે. ધ ટાઇમ્સ સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે જો આતંકવાદને રોકવા માટે રણનીતિ ગોઠવવાની હોય તે “સામાન્ય રીતે મુસ્લિમ પુરુષો’’ને અલગ તારવવા પડે. તેમણે હાલની એરપોર્ટ સુરક્ષાની ટીકા કરી જણાવ્યુ હતુ કે “પરિવારોની તપાસનુ ધોરણ ઓછુ કડક હોવુ જોઈએ કારણ કે તેઓ પોતાને ઉડાવી દે તેવી સંભાવના શૂન્ય છે”. ચેરિટીઝ અને સાંસદોએ તેમની ટિપ્પણીની નિંદા કરી તેમના પર ઇસ્લામોફોબીઆ અને જાતિવાદ થોપતા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે અસક્ષમ અને મેદસ્વી લોકો માટે પણ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા.