પ્રતિક તસવીર (Photo by Oli ScarffGetty Images)

પોલીસ સુપરમાર્કેટ્સની સુરક્ષા કરશે.

હેલિકોપ્ટર – એરક્રાફ્ટ દ્વારા રાશન ફેંકવામાં આવશે

લંડનમાં જરૂરી પૂરવઠો મેળવવા એક સમયે ફક્ત એક જ વ્યક્તિને ઘરની બહાર નીકળવા મંજૂરી

બોરિસ જ્હોન્સને લંડન પરના નવા પ્રતિબંધોનો ઈશારો આપ્યો

પેરિસ અને બ્રસેલ્સ સહિતના અન્ય યુરોપિયન શહેરોએ કડક પગલાં લાદ્યા

પોલીસ માટે કટોકટીની યોજના બનાવવામાં આવી

ટેસ્ટની સંખ્યા દરરોજના 5,000થી વધારીને 20,000 કરવામાં આવશે

રોગચાળાને ટોચ પર પહોંચવામાં ચાર અઠવાડિયા લાગશે.

કોરોના માટે સ્વેબ ટેસ્ટ ‘ઝડપથી’ વિકસાવવામાં મદદ કરવા સરકારની કંપનીઓને અપીલ.

સુપરસ્પેડર સિટી’ લંડન યુકેના અન્ય શહેરોને પણ કોરોનાવાયરસનો ચેપ લગાવે તેવી દહેશત વચ્ચે લંડનને આગામી થોડા દિવસોમાં જ લોકડાઉનમાં મૂકવામાં આવશે. લોકડાઉન પહેલા સંભવત: ફક્ત 12 કલાકની જ સૂચના આપવામાં આવશે. પાટનગરમાં રહેવાસીઓની હિલચાલ પર સખ્ત પ્રતિબંધ મૂકવા માટે વહીવટી તંત્ર સજ્જ છે અને સરકારે એકદમ આવશ્યક ન હોય ત્યાં સુધી ઘરે જ રહેવા જણાવ્યુ છે. બ્રિટનની શેરીઓ, હોસ્પિટલો અને અન્ય મુખ્ય સ્થળો પર રોગચાળા દરમિયાન સહાય કરવા માટે 20,000 જેટલા સૈનિકોને મૂકવામાં આવશે. રીઝર્વ સૈનિકોને પણ ‘કોવિડ સપોર્ટ ફોર્સ’ માં જોડાવા માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.

લંડનમાં ટ્યુબ સેવાઓ પહેલાથી જ ઓછી કરી દેવામાં આવી છે અને 40 સ્ટેશનો બંધ કરાયા છે. જે બીજા કોઇ ટ્યુબ નેટવર્ક કે અન્ય લાઇનો સાથે સંકળાયેલા નથી.

લંડન ટ્યુબ શટડાઉન આજથી શરૂ થઈ રહ્યું છે. જ્યારે વોટરલૂ અને સિટી લાઇન અને નાઇટ ટ્યુબ સેવાઓ આવતીકાલે શુક્રવારથી બંધ થશે. ટ્રાન્સપોર્ટ ફોર લંડને જણાવ્યું હતું કે તેઓ ગુરૂવારથી લંડનમાં સેવાઓ ઓછી કરી રહ્યા છે. પાટનગરના નવ-મિલિયન રહેવાસીઓને આ સપ્તાહના પ્રારંભમાં જ પાટનગરમાં અમલ કરી શકાય છે. મેયર સાદિક ખાને લોકોને વિનંતી કરી છે કે ‘’તમારે ખરેખર મુસાફરી કરવી પડે તેમ હોય તો જ મુસાફરી કરજો. હું લંડનવાસીઓ નિષ્ણાંતની સલાહ પ્રમાણે વર્તન કરે તે જોવા માંગુ છું.’

પોલીસ દુકાનો અને સુપરમાર્કેટ્સની સુરક્ષા કરશે અને હેલિકોપ્ટરને કટોકટી વખતે ખાદ્યસામગ્રીને એરડ્રોપ કરવાની યોજના બનાવવામાં આવી છે. બોરિસ જ્હોન્સને શપથ લીધા છે કે તેઓ જીવલેણ વાયરસના ફેલાવાને અંકુશમાં લેવા માટે ‘વધુ અને ઝડપથી’ પગલા લેતા અચકાશે નહીં. તેમણે કહ્યું હતુ કે ઘરેથી કામ કરવા અને પબ્સ, સિનેમાઘરો અને રેસ્ટોરાં તેમજ સામાજિક કાર્યક્રમો ટાળવા સહિતના સામાજિક અંતર રાખવાના પગલાંનો ‘નિર્દય’ રીતે અમલ કરાવવાની જરૂર હતી. જોકે તેમ છતાં એવી ચિંતા છે કે રહેવાસીઓ હજી પણ ‘સામાજિક અંતર’ (એક મીટર છેટા રહેવાનુ)ની માર્ગદર્શિકાઓનું પાલન કરી રહ્યા નથી.

લંડનમાં હજુ પણ વ્યસ્ત બાર અને કેફેની તસવીરો જોઇને પોતાનો રોષ ઠાલવતા હેલ્થ સેક્રેટરી નેડીન ડોરીઝે ટ્વીટ કર્યુ હતુ કે ‘આ સામાજિક અંતર નથી, આ બેજવાબદારીભર્યું વર્તન છે અને આવા સ્વાર્થી વર્તનને કારણે બધાએ કિંમત ચૂકવવી પડશે.’

બ્રિટનની શેરીઓ, હોસ્પિટલો અને અન્ય મુખ્ય સ્થળો પર રોગચાળા દરમિયાન સહાય કરવા માટે 20,000 જેટલા સૈનિકોને મૂકવામાં આવશે. રીઝર્વ સૈનિકોને પણ ‘કોવિડ સપોર્ટ ફોર્સ’ માં જોડાવા માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. આશરે 150 સૈનિકોને દેશભરમાં હોસ્પિટલો સુધી ઓક્સિજન પહોંચાડવા માટે ઓક્સીજનના ટેન્કર કેવી રીતે ચલાવવા તે અંગેની ઝડપી ટ્રેનિંગ અપાઇ રહી છે.