The provision of automatic disqualification of MPs, MLAs was challenged in the Supreme Court

સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમને લઈને દાખલ કરાયેલી અરજીઓ પર ગુરુવારે, 3 સપ્ટેમ્બરે સુનાવણી કરી હતી. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા હેઠળની બેન્ચે બેન્કોને સ્પષ્ટ જણાવ્યું કે કોર્ટ દ્વારા આ મામલે ઉકેલ ના લવાય ત્યાં સુધી બેન્કો આવા ખાતાને નોન પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) જાહેર ના કરે જે 31 ઓગસ્ટ સુધી એનપીએ થયા નથી. સુપ્રીમ કોર્ટે આવા ખાતાઓને પ્રોટેક્શન આપવા બેન્કોને જણાવ્યું છે. આરબીઆઈએ કોરોના વાયરસની મહામારીને પગલે લાગુ કરાયેલા લોકડાઉનમાં 31 ઓગસ્ટ સુધી લોન મોરેટોરિયમ સ્કીમ રજૂ કરી હતી જેમાં લોનના ઈએમઆઈ ભરવામાંથી રાહત આપવામાં આવી હતી. આ કેસમાં 10 સપ્ટેમ્બરે વધુ સુનાવણી થશે.
સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમના ગાળામાં વ્યાજ પર વ્યાજને માફ કરવાની માંગ સાથેની અરજી પર સુનાવણી કરી હતી. ન્યુઝ એજન્સી એએનઆઈના એક ટ્વીટ મુજબ આ કેસની સુનાવણીમાં સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે બેન્કિંગ સેક્ટર ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. એવો કોઈ નિર્ણય ના લઈ શકીએ જેનાથી દેશનું અર્થતંત્ર નબળું બને.
લોન મોરેટોરિયમ અંગેની અરજીની સુનાવણીમાં બુધવારે અરજદાર વતી વકીલ રાજીવ દત્તાએ બુધવારે દલીલ કરતા જણાવ્યું હતું કે વ્યાજ સામાન્ય વ્યક્તિ પર બમણા ઝટકા સમાન છે. દત્તાએ વ્યાજ પર વ્યાજને પ્રથમ દૃષ્ટિએ ખોટું ગણાવ્યું હતું. રિયલ એસ્ટેટ સેક્ટર સંગઠન ક્રેડાઈ વતી હાજર વરિષ્ઠ વકીલ આર્યમાન સુંદરમે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, ઋણ લેનાર વ્યક્તિ ઉપર દંડાત્મક વ્યાજ વસૂલવું તે યોગ્ય નથી. આ કારણથી આગામી સમયમાં એનપીએમાં વધારાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
દત્તાએ બુધવારે જણાવ્યું કે આરબીઆઈ સ્કીમ (મોરેટોરિયમ) લઈને આવ્યું અને અમને થયું કે મોરેટોરિયમની અવધિ પૂર્ણ થયા બાદ ઈએમઆઈ ચુકવવાના રહેશે પરંતુ પાછળથી જણાવાયું કે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે આ હપતા ભરવા પડશે. વ્યાજ ઉપર વ્યાજ લેવું એ સામાન્ય વ્યક્તિ માટે બેવડા ફટકા સમાન છે.