(TWITTER PHOTO POSTED BY @PMOIndia)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું શુક્રવારે લોકાર્પણ કર્યું હતું. પોષણ સંબંધિત પાસાં અંગે જાગૃતિ લાવવા માટે આ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીંનું મુખ્ય આકર્ષકણ ટ્રેઇન રાઇડ છે, જે તમને વિવિધ સ્ટેશન અને એક્ઝિબિશન સુધી લઈ જાય છે.

આ થીમ બેઝ પાર્ક 35000 ચો.મી. વિસ્તારમાં પથરાયેલ છે. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે હેતુથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પાર્ક ખાસ ડિઝાઈન કરવામાં આવેલ છે. જેમાં બાળકો મીની ટ્રેન દ્વારા 600 મીટર પ્રવાસ કરે છે. પ્રવાસ દરમિયાન ફળ-શાક ગૃહમ્, અન્નપૂર્ણા, પોષણપુરમ્, સ્વસ્થ ભારતમ્ અને ન્યુટ્રી હંટ જેવા સ્ટેશનો આવે છે. આ સ્થળોમાં જુદી જુદી 47 જેટલી ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોને મનોરંજનની સાથે માહિતી મળે અને ‘‘સહિ પોષણ-દેશ રોશન’’ ચરિતાર્થ થાય તે પ્રયાસ કરવામાં આવેલ છે. વધુમાં નાના-મોટા તમામ પ્રવાસીઓને મનોરંજન માટે મીરર મેઈઝ, 5-D થિયેટર, ભૂલભુલૈયાં પણ છે.