પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલિયાદ ગામમાં તળાવમાં ડૂબી જવાથી બોટાદના ત્રણ સગીર ભાઇના મંગળવારે મોત થયા હતા. બુધવારે સવારે ગામના તળાવમાંથી તેમના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતક બાળકોનો પરિવાર મૂળ બોટાદ જિલ્લાના જિંજાવદર ગામનો રહેવાસી છે.

આ ઘટનાની જાણ થતાં કરજણ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ત્રણેય બાળકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે કરજણના સરકારી દવાખાનામાં મોકલી આપ્યા હતા અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલિયાદ ગામમાં ગૌચર વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના 3 ભાઈઓ મધુર સુરેશભાઈ સાનિયા(ઉં.13), ધ્રુવ સુરેશભાઈ સાનિયા(ઉં.10) અને ઉત્તમ સુરેશભાઈ સાનિયા(ઉં.08) મંગળવારે સવારે ગુમ થઈ ગયા હતા, જેને પગલે પરિવારજનોએ બાળકોની શોધખોળ શરૂ કરી હતી. જોકે બાળકો મળ્યાં નહોતાં. બુધવારે સવારે કોલિયાદ ગામના તળાવમાં બાળકોના તરતા મૃતદેહો જોવા મળ્યા હતા,