REUTERS/Francis Mascarenhas

ભારતીય ક્રિકેટ માટેની એક એતિહાસિક સિદ્ધિમાં મહિલા ટીમે રવિવારે રાત્રે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ વખત ICC મહિલા વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. તેનાથી દેશભરમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે 51 કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી.

PL ચેરમેન અરુણ ધુમલે ટીમના ઐતિહાસિક સિદ્ધિની પ્રશંસા કરી હતી અને ભારતના 1983ના પુરુષ વર્લ્ડ કપ વિજય સાથે સરખામણી કરી હતી. ભારતીય મહિલા ક્રિકેટ માટે આજનો દિવસ યાદગાર છે. ૧૯૮૩માં પુરુષ ટીમે જે સિદ્ધિ મેળવી હતી, તેને આજે ભારતીય મહિલા ટીમે મુંબઈમાં ફરીથી બનાવી છે. આ ઐતિહાસિક વિજય દેશમાં મહિલા ક્રિકેટને જબરદસ્ત પ્રોત્સાહન આપશે, અને મને વિશ્વાસ છે કે આપણી રમત હવે નવી ઊંચાઈઓ સુધી પહોંચશે
અગાઉ ભારતની મહિલા ટીમ બે વખત વન-ડે વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી હતી, જોકે 2005 અને 2017માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે ટાઇટલ ગુમાવ્યું હતું. ટીમ 2020માં ઓસ્ટ્રેલિયા સામે મહિલા ટ્વેન્ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પણ હારી ગઈ હતી.

LEAVE A REPLY