ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડમાં ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિ અને નેતાઓના સગાઓને ટિકિટ નહીં આપવાનો સોમવારે નિર્ણય કર્યો હતો. અન્ય પક્ષ પર સગાવાદના આક્ષેપ કરતા ભાજપમાં ઘણા નેતાઓએ પોતાના સગાં માટે ટિકિટી માગી હોવાનું માનવામાં આવે છે. મહાનગપાલિકા,તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના નેતાઓએ પત્નિ,પુત્ર ,પુત્રી સહિત ભાઇ, ભત્રીજા માટે ય ટીકીટ માંગી હોવાથી આવો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડમાં નક્કી કરાયું હતું કે ત્રણ ટર્મ ચૂંટાયેલા હોય તેવા કોર્પોરેટરો ચૂંટણી લડી શકશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ત્રણ મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે.