(istockphoto.com)

રશિયાની સ્પુટનિક-V વેક્સિન કોરોના વાઇરસથી લોકોને બચાવવામાં 92 ટકા અસરકારક છે, એમ આ વેક્સિનના ટ્રાયલના વચગાળાના તારણોમાં જણાયું છે, એમ દેશના સોવરિન વેલ્થ ફંડ્સે બુધવારે જણાવ્યું હતું. રશિયા પણ કોરોના વાઇરસની વેક્સિન બનાવવા માટે પશ્ચિમની ફાર્મા કંપનીઓ સાથે સ્પર્ધા કરી રહ્યું છે.
સોમવારે ફાઇઝર અને બાયોએનટેકે જણાવ્યું હતું કે તેની વેક્સિન 90 ટકા કરતાં વધુ અસરકારક છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે રશિયાના ડેટા પ્રોત્સાહક છે, પરંતુ આ વેક્સિનનું ઓછી સંખ્યાના લોકોના પરીક્ષણ કરવામાં આવ્યું છે.

આ વેકિસન માટે સમર્થન આપતા રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડે જણાવ્યું હતું કે રશિયામાં ટ્રાયલ છ મહિના સુધી ચાલુ રહેશે. આ વેક્સિન વિકસિત કરનાર ગેમેલેયા ઇન્સ્ટીટ્યૂટના ડિરેક્ટર એલેકઝાન્ડર ગિન્ટ્સબર્ગે જણાવ્યું હતું કે આ વેકિસન અસરકારક હોવાનું તારણ મળ્યું છે અને આગામી સપ્તાહોમાં મોટા પાયે વેક્સિનેશન કરવામાં આવશે.