ન્યૂયોર્કની એક કોલેજમાં ભારતીય મૂળના પ્રોફેસર ડો.વિનોદ મેનનની ઓફિસમાં 1.80 લાખ ડોલર ભરેલું બોક્સ નવ મહિના સુધી ધૂળ ખાતુ પડી રહ્યું હોવાની ઘટના બહાર આવી છે.
આ રકમ એક અજાણ્યા વ્યક્તિએ મોકલી હતી, પરંતુ તે આ સિટી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્રો. મેનનને આ બોક્સ નવેમ્બર 2020માં મોકલવામાં આવ્યું હતું. જોકે, કોરોનાના કારણે કોલેજ બંધ હોવાથી કોઈની નજર પડી નહોતી. નવ મહિના સુધી આ બોક્સ એમને એમ જ પડ્યું રહ્યું હતું.
એ પછી કોલેજ ચાલુ થઈ ત્યારે પ્રો.મેનનની નજર આ બોક્સ પર પડી હતી અને તેના પર પ્રો.વિનોદની ઓફિસનું જ સરનામું લખ્યું હતુ. આ બોક્સ તેમને મોકલવામાં આવ્યુ હતું. જેમાં લખનારે એક ચિઠ્ઠી મુકી હતી અને તેમાં જણાવ્યું હતું કે, આ કોલેજમાં મને ઉત્તમ શિક્ષણ મળ્યું છે અને બીજા લોકોને તેનો ફાયદો મળે તે માટે આ રકમ કોલેજનો ડોનશન તરીકે મોકલું છું. જેનો ઉપયોગ જરુરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે.
પ્રોફેસર મેનને કહ્યુ હતુ કે, આ નોટ વાંચીને મને ખરેખર સંસ્થા સાથે જોડાવા બદલ ગર્વની લાગણી થઈ છે.