(Photo by Angela Weiss / AFP) (Photo by ANGELA WEISS/AFP via Getty Images)

અમેરિકામાં દર 10માંથી એક એશિયન અમેરિકન (11 ટકા) હવે હિન્દુ ધર્મને તેમનો ધર્મ માને છે. તાજેતરના પ્યુ રીસર્ચ સેન્ટરના એક સર્વેના તારણમાં જણાયું હતું કે, બે તૃતિયાંશ ઇન્ડિયન અમેરિકનો પોતે હિન્દુ છે અથવા તો પોતાને હિન્દુત્વની નજીક માનતા હોવાનું જણાવે છે.

બશીર મોહમ્મદ અને માઈકલ રોટોલોએ રજૂ કરેલા આ સર્વેના તારણોમાં જણાવાયું કે, “હવે દર 10માંથી એક એશિયન અમેરિકન હિન્દુ ધર્મને તેમના ધર્મ માને છે (11 ટકા), 2012માં 10 ટકા લોકોએ હિન્દુત્વ સ્વીકાર્યું હતું. આજે વધારાના 6 ટકા એશિયન અમેરિકનોએ કહ્યું હતું કે, તેઓ વંશીય અથવા સંસ્કૃતિ જેવા કારણોસર ધર્મ નહીં હોવા છતાં પોતાને હિન્દુત્વની નજીક માને છે.”

સર્વેમાં વધુમાં જણાવાયું હતું કે, અંદાજે 48 ટકા, એશિયન અમેરિકન વયસ્ક લોકો જે ભારતીય તરીકે ઓળખાય છે, તેઓ કહે છે કે તેમનો વર્તમાન ધર્મ હિન્દુ છે, 2012માં આ ટકાવારી 51 ટકા હતી. એશિયન અમેરિકન હિન્દુઓ જણાવે છે કે, તેમના તમામ અથવા મોટાભાગના મિત્રો તેમના જેવા જ ધર્મમાં માને છે અને તેમની સંખ્યા 40 ટકા છે, જે સામાન્ય રીતે એશિયન અમેરિકનોની ટકાવારી 30 ટકા કરતા ઘણી વધારે છે. વધુમાં, 6 ટકા એશિયન અમેરિકનો કહે છે કે તેઓ વારસા કે સંસ્કૃતિ માટે હિન્દુ ધર્મ તરફ આકર્ષાયા છે.

10માંથી નવ અથવા 92 ટકા એશિયન અમેરિકન હિન્દુ વયસ્કો, જેમનો જન્મ અમેરિકાની બહાર થયો હતો, જે કોઈપણ એશિયન અમેરિકન ધાર્મિક સમુદાયની સૌથી મોટી સંખ્યા છે. તેનાથી વિપરીત, 35 ટકા એશિયન અમેરિકનો પોતાને બિન-ધાર્મિક માને છે, તે કહે છે કે, તેઓ હિન્દુ ધર્મની નજીક છે, તેઓ અમેરિકામાં જન્મ્યા હોવાની શક્યતા વધુ છે, અગાઉ આ દર 8 ટકા પર હતો.

LEAVE A REPLY

three × five =