(ANI Photo/Amit Sharma)

ગાંધીનગરમાં 10 જાન્યુઆરીથી ચાલુ થઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 100 દેશો ભાગ લેવી ધારણા છે. 9 જાન્યુઆરીએ ગ્લોબલ ટ્રપેડ શો સાથે ત્રણ દિવસની આ સમીટનો પ્રારંભ થશેએમ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન GIDCના મેનેજિંગ ડાયરેક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું.  

આ સમીટમાં લગભગ 100 દેશો ભાગ લેશેતેમાંથી 32 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો હશે. મુખ્ય કાર્યક્રમનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ કરશે. ગુપ્તાએ જણાવ્યું હતું કે ત્રણ દિવસીય કાર્યક્રમ દરમિયાન વિવિધ વિષયો પર વિવિધ સેમિનારનું આયોજન કરવામાં આવશે. ઈવેન્ટના સુચારૂ સંચાલન માટેસમિટના વિવિધ પાસાઓની દેખરેખ માટે ઘણી સમિતિઓની રચના કરવામાં આવી છે. 

ઈવેન્ટ પહેલા અત્યાર સુધી થયેલા એમઓયુ અંગે ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ગુજરાત સરકાર હંમેશા ગુણવત્તાયુક્ત એમઓયુ પર ધ્યાન કેન્દ્રિત કરતી રહી છે અને વાઈબ્રન્ટ ગુજરાતના ભાગરૂપે અત્યાર સુધીગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સમજૂતપત્ર કરવા માટે સેમિકન્ડક્ટર્સઇ-મોબિલિટીરિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન જેવા ઉભરતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત 2003માં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને વેપાર અને ઉદ્યોગના વિશ્વના નકશા પર મૂકવા માટે કરી હતી.  

LEAVE A REPLY

13 − twelve =