(ANI Photo)

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહમાં રાજદૂતો અને સાંસદો સહિત 55 દેશોના લગભગ 100 વડાઓને આમંત્રણ આપવામાં આવ્યુ છે. કોરિયન રાણીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે કે જેઓ પ્રભુ શ્રી રામ વંશજ હોવાનો દાવો કરે છે.

વિશ્વ હિન્દુ ફાઉન્ડેશનના સ્થાપક અને વૈશ્વિક અધ્યક્ષ સ્વામી વિજ્ઞાનાનંદે રવિવારે જણાવ્યું હતું કે જે દેશોને આમંત્રિત કરવામાં આવ્યા છે તેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલારુસ, બોત્સ્વાના, કેનેડા, કોલંબિયા, ડેનમાર્ક, ડોમિનિકા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ડીઆરસી), ઇજિપ્ત, ઇથોપિયા, ફિજી, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઘાના, ગુયાના, હંગેરી, ઇન્ડોનેશિયા, આયર્લેન્ડ, ઇટાલી, જમૈકા, જાપાન, કેન્યા, કોરિયા, મલેશિયા, માલાવી, મોરેશિયસ, મેક્સિકો, મ્યાનમાર, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, નાઇજીરીયા, નોર્વે, સિએરા લિયોન, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, સ્પેન, શ્રીલંકા , સુરીનામ, સ્વીડન, તાઈવાન, તાન્ઝાનિયા, થાઈલેન્ડ, ત્રિનિદાદ અને ટોબેગો, વેસ્ટ ઈન્ડિઝ, યુગાન્ડા, યુકે, યુએસએ, વિયેતનામ અને ઝામ્બિયાનો સમાવેશ થાય છે.

VHPના સંયુક્ત મહાસચિવ સ્વામી વિજ્ઞાનાનંદના જણાવ્યા VVIP વિદેશી પ્રતિનિધિઓ 20 જાન્યુઆરીએ લખનૌ આવશે; ત્યાર બાદ 21મી જાન્યુઆરીએ સાંજ સુધીમાં તેઓ અયોધ્યા પહોંચી જશે.

ભવ્ય મંદિરના ઉદઘાટન માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 22 જાન્યુઆરીએ બપોરે રામ મંદિરના ગર્ભગૃહમાં રામ લલ્લાને સિંહાસન પર બિરાજવાનું નક્કી કર્યું છે. અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ માટેની વૈદિક વિધિઓ 16 જાન્યુઆરીએ શરૂ થશે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંદિરના ગર્ભગૃહની અંદર શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારંભના મુખ્ય યજમાન હશે. અગાઉ, શુક્રવારે પીએમ મોદીએ અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા 11 દિવસના વિશેષ ‘અનુષ્ઠાન’ (વિધિ)ની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY

nine − 2 =