12મી વાર્ષિક સિગ્મા કમ્યુનિટિ ફાર્મસી કૉન્ફરન્સમાં ‘સીઇંગ થીંગ્સ ક્લીયર્લી’  વિષય પર વિડિઓ-લિન્ક દ્વારા બોલતા હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે ભારપૂર્વક જણાવ્યું હતુ કે ‘’હું કોમ્યુનિટી ફાર્મસીનો “સમર્થક” છુ અને મને લાગ્યું છે કે રાષ્ટ્રના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં આ ક્ષેત્રે “નિર્ણાયક ભૂમિકા” ભજવી છે. ફાર્માસિસ્ટ્સ એનએચએસનો એક સંકલિત ભાગ બની ગયા છે ત્યારે ફાર્માસિસ્ટ્સ માટે મેં સ્પષ્ટ ભાવિ જોયું છે જ્યાં તેમની ક્લિનિકલ કુશળતાનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં આવશે.’’

તેમણે જણાવ્યુ હતુ કે “અમે કોમ્યુનિટી ફાર્મસીને અન્ય પ્રાથમિક અને ગૌણ સંભાળ આપતી શાખાઓના સહયોગથી કાર્યરત NHS માં વધુ સંકલિત સ્વરૂપે જોવા માંગીએ છીએ. આખરે લોકોને સ્વસ્થ રાખવાના લક્ષ્ય સાથે અમારો હેતુ  સિસ્ટમના અન્ય ભાગો પરના દબાણને ઘટાડવાનો છે. કૉમ્યુનિટી ફાર્માસિસ્ટ્સ પાસે કામ કરવાની સંભાવના વધુ છે. દર્દીઓને ટેકો આપવા માટે, ખાસ કરીને નાની બીમારી માટે આરોગ્યની સલાહ આપવા અને તેમની ક્લિનિકલ કુશળતાનો વધુ સારી રીતે ઉપયોગ કરવા અને તે માટેના અવરોધોને દૂર કરવા માટે હું સંપૂર્ણ સંકલ્પબદ્ધ છું. અમે તમારા પાસેથી વધુ સાંભળવા માંગીએ છીએ અને ભવિષ્યમાં તેને કરારમાં મૂકીશું અને તે એકીકરણને સાથે લાવીશું.”

ઑગસ્ટ 2019 માં ફાર્મસી માટેના પાંચ વર્ષના ભંડોળના કરારની ઘોષણા કરવામાં આવી હતી, જેમાં ક્લિનિકલ સેવાઓ પર ડિસ્પેન્સિંગથી શિફ્ટ કરવામાં આવશે. હેનકોકે આ ફેરફારને સ્વીકારવા બદલ કોમ્યુનિટી ફાર્માસિસ્ટ્સનો આભાર માન્યો હતો. તેમણે જાહેર કર્યું હતું કે 90 ટકાથી વધુ ફાર્મસીઓએ કમ્યુનિટિ ફાર્મસી કન્સલ્ટેશન સર્વિસ (સીપીસીએસ) માં સાઇન અપ કર્યું છે. જે અંતર્ગત જીપી અને એનએચએસ 111 નાની બીમારીઓવાળા દર્દીઓને ફાર્માસિસ્ટ્સ પાસે સારવાર માટે મોકલશે.

સિગ્મા કૉન્ફરન્સનું વાર્ષિક આયોજન યુકેના સૌથી મોટા ઇન્ડીપેન્ડન્ટ હોલસેલર સિગ્મા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા કરવામાં આવે છે, જેઓ દેશમાં 3000 થી વધુ ફાર્મસીઓને સેવા આપે છે. જેની શરૂઆત ભરત શાહ અને તેમના પરિવાર દ્વારા 1982માં વૉટફોર્ડની એક જ ફાર્મસી દુકાન દ્વારા કરી હતી. ફિલિપાઇન્સના સેબુના વિદેશી ટાપુ પર આ વર્ષે યોજાયેલી સિગ્મા કોન્ફરન્સ ફાર્મસી વ્યવસાયમાં ધોરણો વધારવા અને શ્રેષ્ઠ કાર્ય થાય તે માટે કોશિશ કરે છે.

પરિષદના અધ્યક્ષ સ્થાનેથી સિગ્માના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, હતુલ શાહે જણાવ્યું હતું કે “હું એક સુપ્રિન્ટેન્ડન્ટ ફાર્માસિસ્ટ, એક કોન્ટ્રાકેટર પણ છું અને પરિવર્તનના સમાન પાસાઓનો અનુભવ કરનાર સૌ આવો જ અનુભવ તમારી ફાર્મસીઓમાં કરી રહ્યા હશો. 2019 એ ફાર્મસી ક્ષેત્ર માટે એક પડકારજનક વર્ષ રહ્યું છે. પરંતુ જુલાઈ 2019 માં સીપીસીએફ (કમ્યુનિટિ ફાર્મસી કોન્ટ્રેક્ટ્યુઅલ ફ્રેમવર્ક) ની ક્રાંતિકારી અને ખૂબ અપેક્ષિત જાહેરાત પછી ફાર્મસી માલિકો તરીકે આપણને ભવિષ્યમાં આપણા ક્ષેત્ર માટે શું થશે તે વિશેની નિશ્ચિતતા મળશે અને ભાવિ માટે યોજના બનાવી શકીશુ.‘’

કોમ્યુનિટી ફાર્મસી કન્સલ્ટેશન સર્વિસ – નેશનલ ફાર્મસી કોન્ટ્રેક્ટ આ ક્ષેત્ર માટે સંભવિત ગેમ ચેન્જર તરીકે ઓળખાયો છે. આ પરિષદમાં કર્મચારીઓના પડકારોની આસપાસની ચિંતાઓ પણ સાંભળવામાં આવી હતી.

ફાર્માસ્યુટિકલ સર્વિસિસ નેગોશીએટીંગ કમિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સિમોન ડ્યુક્સે સોમવારે એક લાઇવ વીડિયો લિંક દ્વારા કોન્ફરન્સને સંબોધિત કરી હતી અને  જણાવ્યુ હતુ કે ‘’સીપીસીએસની સફળ રોલ-આઉટ દ્વારા ફાર્માસિસ્ટ્સના સમયનો મોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. ક્ષમતા હજી પણ એવી બાબત છે જે મને ચિંતિત કરે છે”

સવારે 2 વાગ્યે લંડનના પીએસએનસી મુખ્ય મથકથી ડ્યુક્સની સાથે બોલતા એમપી  સ્ટીવ બ્રાયને કહ્યું હતુ કે “હું ખૂબ સ્પષ્ટ છું કે આ તક તમારા ક્ષેત્ર [સમુદાય ફાર્મસી] માટે છે. કોઈ સવાલ નથી કે તમારી પાસે કેટલાક તેજસ્વી લોકો છે જે ફાર્મસીમાં આગલી હરોળ પર અને સરકારની અંદર તમારું પ્રતિનિધિત્વ કરે છે.”