યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)એ H-1B વિઝા અરજીઓના પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં 12 ટકા સુધીના વધારાની જાહેરાત કરી હતી. આનાથી નવી ફી $2,805 થશે. ફીવધારો 26 ફેબ્રુઆરીથી અમલી બનશે.

27 ડિસેમ્બરની જાહેરાત મુજબ, I-129, I-140, I-539 અને I-765 ફોર્મ માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં વધારો થયો છે. USCIS સ્ટેબિલાઇઝેશન એક્ટ અનુસાર નવીનતમ પ્રોસેસિંગ ફી ફેરફારમાં H-1B વિઝા માટેની અરજીઓનો સમાવેશ થાય છે. આ અરજીઓ ફોર્મ I-129 હેઠળ આવે છે, જે નોન-ઇમિગ્રન્ટ વર્કર માટેની અરજી છે. તેની વર્તમાન ફી $2,500 છે. જોકે 12%ના વધારા પછી નવી ફીની રકમ $2,805 થશે. ફોર્મ I-129ના અન્ય વર્ગીકરણમાં L1નો પણ સમાવેશ થાય છે, જે ઇન્ટરકંપની ટ્રાન્સફર વિઝા માટે ફાઇલ કરવામાં આવે છે.

જૂન 2021થી જૂન 2023 સુધી પ્રોસેસિંગ ખર્ચમાં થયેલા વધારાને પગલે ફીમાં વધારો કરાયો છે. વધુમાં, USCIS ભવિષ્યમાં પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં દ્વિવાર્ષિક વધારો કરવાનું ચાલુ રાખશે.

ફોર્મ I-539 માટેની પ્રોસેસિંગ ફી $1,750 થી વધારીને $1,965 કરવામાં આવી છે. આ ફોર્મનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, જીવનસાથીઓ અને H-1B વિઝા ધારકોના આશ્રિતો દ્વારા તેમના નોન-ઇમિગ્રન્ટ સ્ટેટસને અપગ્રેડ કરવા થાય છે.

એ જ રીતે, ફોર્મ I-765 માટેની ફી $1,500થી વધીને $1,685 કરાઈ છે. આ ફોર્મનો ઉપયોગ F-1 વિદ્યાર્થીઓ સહિતના વ્યક્તિઓ એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન માટે ઓપ્શન પ્રેકિટકલ ટ્રેનિંગ માટે કરે છે.

 

LEAVE A REPLY

three × two =