FILE PHOTO: REUTERS/Andrew Boyers/File Photo

ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે તેના પરિવાર સાથે વધુ સમય વિતાવવા માટે વન-ડે અને ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિની સોમવારે જાહેરાત કરી હતી. 37 વર્ષીય ઓસ્ટ્રેલિય ખેલાડી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે પાકિસ્તાન સામે તેની 112મી અને અંતિમ ટેસ્ટ રમશે.

વોર્નરે જાન્યુઆરી 2009માં ડેબ્યુ કર્યા બાદ 161 વન-ડેમાં 45.30 ની સરેરાશથી 22 સદી અને 6,932 રન બનાવ્યા હતા અને ફોર્મેટમાં બે વર્લ્ડ કપ જીત્યા હતાં.

વોર્નરે 2009માં હોબાર્ટમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ વન઼-ડેમાંમાં આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેને પોતાની છેલ્લી મેચ વન-ડે વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત સામે 19 નવેમ્બરે અમદાવાદમાં રમી હતી.  161 ODIમાં તેને 45.30ની એવરેજથી 6,932 રન બનાવ્યા છે. જેમાં તેને 22 સદી અને 33 અડધી સદી ફટકારી હતી.

વોર્નરે T20 પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ODI અને ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા ટીમનો ભાગ બની શકે છે.

LEAVE A REPLY

five × one =