May 9, 2025. REUTERS/Stringer

જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને પૂંછ સેક્ટરમાં કરેલા ફાયરિંગમાં 13 નાગરિકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા 59 ઘાયલ થયા હતા, કે કુલ ઘાયલોમાંથી 44 લોકો પૂંછના હતા, એમ એમ વિદેશ મંત્રાલય (MEA)એ ગુરુવારે જણાવ્યું હતું.

લશ્કરી અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેના જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર અનેક સેક્ટરોમાં ભારે ગોળીબાર કરી રહી છે જેનો ભારતીય સેનાએ અસરકારક રીતે જવાબ આપ્યો છે.બુધવારે વહેલી સવારે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર ભારત દ્વારા કરવામાં આવેલા લશ્કરી હુમલા બાદ પાકિસ્તાની ગોળીબારની તીવ્રતા વધી ગઈ છે.

એક લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે, “૭ અને ૮ મેની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, ઉરી અને અખનૂરની સામેના વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર નાના હથિયારો અને તોપખાનાનો ઉપયોગ કરીને કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો. ભારતીય આર્મીએ જડબાતોડ જવાબ આપ્યો હતો. વધતા તણાવને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ આદેશ આપ્યો છે કે જમ્મુ ક્ષેત્રના પાંચ સરહદી જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ ગુરુવારે બીજા દિવસે પણ બંધ રહેશે.

LEAVE A REPLY