કાર્ડિનલ રોબર્ટ પ્રીવોસ્ટને ગુરુવારે કેથોલિક ચર્ચના નવા પોપ તરીકે આશ્ચર્યજનક પસંદગી તરીકે ચૂંટવામાં આવ્યાં હતાં અને તેઓ પોપ લીઓ 14મા તરીકે ઓળખાશે. તેઓ પ્રથમ યુએસ પોપ બન્યાં છે. ફ્રાન્સિસના મૃત્યુ પછી પ્રેવોસ્ટ 267મા કેથોલિક પોપ બન્યાં છે.
સિસ્ટાઇન ચેપલની ઉપરની ચીમનીમાંથી સફેદ ધુમાડો નીકળ્યા પછી પોપ લીઓ સેન્ટ પીટર્સ બેસિલિકાના મધ્ય બાલ્કનીમાં દેખાયાં હતા, જે દર્શાવે છે કે ૧૩૩ કાર્ડિનલ ઇલેક્ટર્સે તેમને ફ્રાન્સિસના અનુગામી તરીકે પસંદ કર્યા છે.
તેમણે ઉત્સાહિત ભીડને અસ્ખલિત ઇટાલિયન ભાષામાં કહ્યું હતું કે “તમારા બધામાં શાંતિ રહે,” તેમણે તેમના ટૂંકા ભાષણ દરમિયાન સ્પેનિશમાં પણ વાતચીત કરી પરંતુ અંગ્રેજીમાં કંઈ કહ્યું નહીં.
૬૯ વર્ષીય પ્રિવોસ્ટ, મૂળ શિકાગોના છે. તેમણે પોતાની કારકિર્દીનો મોટાભાગનો સમય પેરુમાં મિશનરી તરીકે વિતાવ્યો છે અને તેમની પાસે બેવડી પેરુવિયન નાગરિકતા છે. તેઓ ૨૦૨૩માં જ કાર્ડિનલ બન્યા હતા. તેમણે થોડા મીડિયા ઇન્ટરવ્યુ આપ્યા છે અને તેઓ શરમાળ વ્યક્તિત્વ ધરાવતા હોવાનું જાણીતું છે.
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને પ્રથમ યુએસ પોપ બનવા બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે “કેટલો ઉત્સાહ અને આપણા દેશ માટે કેવું મોટું સન્માન. હું પોપ લીઓ XIVને મળવા માટે આતુર છું. તે ખૂબ જ અર્થપૂર્ણ ક્ષણ હશે!” જોકે રોબર્ટ પ્રીવોસ્ટના X એકાઉન્ટ પરની પોસ્ટ્સ અનુસાર, નવા પોપનો ટ્રમ્પ અને વાઇસ પ્રેસિડન્ટ જેડી વાન્સની નીતિઓની ટીકા કરવાનો ઇતિહાસ રહ્યો છે.
