(Photo by GIUSEPPE CACACE / AFP) (Photo credit should read GIUSEPPE CACACE/AFP via Getty Images)

લંડનનો હોવાનો દાવો કરનાર અને 8 વર્ષની વયે સીરીયામાં આઇએસઆઈએસ સાથે જોડાયેલ બ્રિટનનો ટીનએજર મેક્ડોનાલ્ડ્સ અને એક્સબોક્સને ચૂકી જતો હોવાથી યુકે પરત આવવા માંગે છે. ચેલ્સિને પ્રેમ કરતો તે કિશોર સીરિયામાં આઇએસઆઈએસ માટે લડતા પોતાના આખા કુટુંબને ગુમાવી ચૂક્યો છે.

આઈએસઆઈએસના લડવૈયાઓ સાથે સીરિયન જેલમાં રાખવામાં આવેલ 13 વર્ષના કિશોરે દાવો કર્યો છે કે આતંકવાદી સંગઠને તેને ફક્ત આઠ વર્ષની ઉંમરે બંદૂકનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવ્યું હતું. સિરિયાના અધિકારીઓનો દાવો છે કે ઓમર બ્રિટિશ નાગરિક છે અને પાકિસ્તાની મૂળનો છે. તે આઠ વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર તેને સીરિયા લઈ ગયો હતો. તેના માતા, પિતા, નાની બહેન અને બે ભાઈઓ બધા મરી ગયા છે. તેને એક શાળામાં બંદુક તો બીજીમાં કુરાન આપવામાં આવ્યું હતું. તે 18 મહિનાથી જેલમાં છે અને તેની બહેને આઈએસઆઈએસ ફાઇટર સાથે લગ્ન કર્યા હતા જે હવે મરી ગયો છે.

આ કિશોરની ફિલ્મ ‘ડેન્જર ઝોન’ માટે મુલાકાત કરવામાં આવી હતી – જેમાં જેહાદી દુલ્હન શમિમા બેગમ પણ છે, જેનો બ્રિટીશ પાસપોર્ટ રદ કરી દેવાયો છે.