માહિતી આપતા મનિષા કોઇરાલા

નેપાળમાં કોરોનાવાઇરસ રોગચાળા અને તેમાં પણ ડેલ્ટા વેરિયન્ટથી ચેપ અને મૃત્યુમાં અવિરત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા, યુકે દ્વારા 28 જૂન 2021ના ​​રોજ નેપાળના માનવતાવાદી સ્વયંસેવકોના જૂથ – નોબલ કોમ્પેશનેટ વોલંટીયર્સને 33 પોર્ટેબલ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સનું દાન કરાયું હતું.

નેપાળમાં હાલ હોસ્પિટલો ઑક્સિજનની તંગી અને ક્રિટીકલ કેર બેડની ભારે તંગી જણાઇ રહી છે. જેની જીવનરક્ષક સેવાઓ પર ગંભીર અસર થઇ રહી છે. આ કોન્સેન્ટ્રેટર્સ 28 જૂનના ​​રોજ કાઠમંડુના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાનમથકે પહોંચ્યા હતા.

એનસીવી સંસ્થા બોલિવૂડ સ્ટાર અને યુનાઇટેડ નેશન્સ પૉપ્યુલેશન ફંડ (યુએનએફપીએ) નેપાળના ગુડવિલ એમ્બેસેડર – મનીષા કોઈરાલા સાથે મળીને છેવાડાની ખૂબ જ જરૂરી હોસ્પિટલોને કોન્સેન્ટ્રેટર્સ મોકલવામાં આવશે જે તેમની ઓક્સિજનની માંગને હલ કરશે.

યુકે સ્થિત નેપાળના એમ્બેસડર એક્સ્ટ્રાઓર્ડિનરી અને પ્લેનિપોટેન્ટરી, HE લોકદર્શન રેગ્મીએ દાન બદલ પ્રશંસા કરતા સંદેશમાં જણાવ્યું હતું કે “નેપાળના દૂતાવાસ વતી અને હું કોવીડ-19 સામે લડવામાં નેપાળી લોકોના જીવન બચાવનાર તબીબી પુરવઠો પૂરા પાડવા બદલ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. માનવતાને જીવંત રાખવા માટેના તમારા પ્રયત્નો ખૂબ જ પ્રશંસનીય છે.”

એનવીસી નેપાળના અધ્યક્ષ યાદવ ગૌતમે ઉદાર દાન માટે બીએપીએસ યુકેનો આભાર માનતા જણાવ્યું હતું કે ‘’સુશ્રી મનીષા કોઈરાલા, શ્રી શંકર ઘીમિરે અને હેલ્થ પ્રોફેશનલ ટીમના માર્ગદર્શન મુજબ અમે સંબંધિત ઉપકરણોને જરૂરી હોસ્પિટલ ખાતે પહોંચાડીશું.”

બીએપીએસ યુકેના અગ્રણી સ્વયંસેવક કમલેશ પટેલે ઉમેર્યું હતું કે “નેપાળની ભયાવહ પરિસ્થિતિ સાંભળીને અમને ખૂબ દુ:ખ થયું છે. અમે આશા રાખીએ છીએ કે આ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સથી લોકોને મદદ મળશે. અમે નેપાળના લોકો માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ છીએ.”

એનસીવી નેપાળ વિશે વધુ માહિતી માટે, http://ncvnepal.org/staging/  ક્લિક કરો.