Government and Judiciary face each other on the issue of collegium system
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાત હાઇકોર્ટે ખેડા જિલ્લાના ઉંઢેલા ગામમાં ચાર ઓક્ટોબરે મુસ્લિમ યુવકોને થાંભલા સાથે બાંધીને જાહેરમાં ફટકારવાના કેસમાં ચાર પોલીસ અધિકારીઓને ૧૪ દિવસની જેલ તેમજ બે હજાર રૂપિયાના દંડની સજા ફટકારી હતી.

પોલીસના અત્યાચારનો ભોગ બનેલા એક મહિલા સહિતના ચાર આરોપીએ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. અરજદારોનો આક્ષેપ હતો કે તેમને જાહેરમાં માર મારીને પોલીસે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સનો ભંગ કર્યો હોવાથી તેમની સામે કોર્ટની અવમાનના કરવાના ગુના હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. આ કેસમાં એક સમયે આરોપી પોલીસકર્મીઓએ પીડિતોને વળતર ચૂકવવાની તૈયારી બતાવી સમાધાનની ઓફર પણ કરી હતી. જોકે, પીડિતોએ વળતરની ઓફર નકારી કાઢી હતી.

ઉંઢેલા ગામમાં ઓક્ટોબર ૨૦૨૨માં આઠમા નોરતે ગરબામાં પથ્થરમારાની એક ઘટના બની હતી. ત્યારબાદ પોલીસે મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોની ધરપકડ કરી હતી, ફરિયાદ અનુસાર આ તમામ લોકોને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા અને બીજા દિવસે તેમને ગામમાં લાવીને પોલીસે વીજળીના થાંભલા પાસે ઉભા રાખીને તેમને જાહેરમાં ડંડા ફટકાર્યા હતા.

હાઇકોર્ટે પીઆઈ એ.વી. પરમાર, પીએસઆઈ ડી.બી. કુમાવત, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ડાભી અને કોન્સ્ટેબલ રાજુ ડાભીનો સજા કરી હતી.

LEAVE A REPLY

3 × 3 =