પ્રતિક તસવીર

પ્રકાશના પર્વ દિવાળી પ્રસંગે ટ્રફાલ્ગર સ્ક્વેર, લંડન, WC2N 5DN ખાતે ઉજવણી કરવા ‘’દિવાળી ઓન સ્ક્વેર 2023’’નું શાનદાર આયોજન રવિવાર 29 ઓક્ટોબર 2023ના રોજ બપોરે 1થી સાંજના 7 સુધી કરવામાં આવ્યું છે.

ઉદઘાટન સમારોહમાં તેજસ્વી પોશાક પહેરેલા 200 નર્તકો નૃત્ય કરશે તો  ગરબાનો આનંદ લેવા મળશે. લંડનમાં વસતા હિંદુ, શીખ અને જૈન સમુદાયોના કલાકારો મુખ્ય મંચ પર સંગીત, નૃત્ય અને પ્રદર્શન રજૂ કરશે. આ પ્રસંગે સાડી પહેરવાથી લઇને પાઘડી બાંધવાનો અને યોગ સુધીની ઘણી પ્રવૃત્તિઓનો લાભ મળશે.

આ ઉપરાંત કોમેડી, કુકરી થિયેટર, પપેટ શો, મહેંદી, માર્કેટ સ્ટોલમાં મળતી વીગન અને શાકાહારી વાનગીઓનો આનંદ લઇ શકાશે.

આ વર્ષે સબરંગ આર્ટ્સ અને કિનેટિકા વચ્ચેના સહયોગી પ્રોજેક્ટ કલાસેતુ તરફથી ‘દિવાળી ક્વીન’ કાર્યક્રમ રજૂ કરાશે. ઉપસ્થિત દરેક વ્યક્તિ આ કાર્યક્રમનો આનંદ માણી શકશે.

LEAVE A REPLY

12 + 9 =