(ANI Photo)

સિક્કિમમાં તિસ્તા નદીમાં વાદળ ફાટવાના કારણે આવેલા ઓચિંતા પૂરને કારણે 14 લોકોના મોત થયા હતા અને 22 સૈનિકો સહિત 102 લોકો લાપત બન્યા હતા. ગુમ થયેલા લોકોને શોધવા માટે મોટા પાયે શોધખોળ શરૂ કરવામાં આવી હતી.  

આર્મીના ઈસ્ટર્ન કમાન્ડના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે લાચેન ખીણમાં કેટલાક સૈનિક મથકો પ્રભાવિત થયા છે. ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે ડાઉનસ્ટ્રીમમાં 15-20 ફૂટ ઊંચાઈ સુધી પાણીની સપાટીમાં અચાનક વધારો થયો હતો. તેના કારણે સિંગતમ નજીક બરડાંગમાં પાર્ક કરાયેલા આર્મી વાહનોને અસર થઈ છે. 23 જવાનો ગુમ થયાના અહેવાલ છે 

સિક્કિમમાં આખી રાત સુધી ભારે વરસાદ થયો હતો. ઉત્તર સિક્કિમમાં લોનાક સરોવર પર વાદળ ફાટવાથી તે ઓવરફ્લો થઈ ગયું હતું અને તિસ્તા નદીમાં પાણીનું સ્તર વધી ગયું હતું. બાંગ્લાદેશમાં પ્રવેશતા પહેલા તિસ્તા નદી સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાંથી વહે છે.

ઉત્તર સિક્કિમમાં લોનાક સરોવર પર અચાનક વાદળ ફાટવાથી લાચેન ખીણમાં તિસ્તા નદીમાં પૂર આવ્યું હતુ. આ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન પ્રેમ સિંહ તમંગે સિંગતમમાં પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.  

LEAVE A REPLY

five × 5 =