પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કથિત માસ્ટરમાઇન્ડ વોન્ટેડ ગુનેગાર સતીન્દરજીત સિંઘ ઉર્ફે ગોલ્ડી બ્રારને ભારત સરકારે સોમવારે આતંકવાદ વિરોધી કાયદા UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો. ગોલ્ડી બ્રાર હાલમાં કેનેડામાં છુપાયો હોવાની આશંકા છે. આતંક વિરોધી એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ તેને વોન્ટેડ જાહેર કર્યો છે. 

સરકારે જણાવ્યું હતું કે ભારતમાં હત્યાઓ કરવા માટે સરહદ પારથી ડ્રોન દ્વારા શસ્ત્રોદારૂગોળો અને વિસ્ફોટકોની દાણચોરીમાં તેની સંડોવણીના કારણે આ કાર્યવાહી કરાઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નોટિફેક્શનમાં કહ્યું હતું કે ગોલ્ડી બ્રાર પ્રતિબંધિત આતંકવાદી જૂથ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે પણ સંકળાયેલો છે. 

ગયા વર્ષે 29 મેના રોજ પંજાબના માનસા જિલ્લામાં તેમના ગામ મૂસા પાસે સિદ્ધુ મૂસેવાલાની તેમની એસયુવીમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. ગોલ્ડી બ્રારે ફેસબુક પોસ્ટમાં સ્વીકાર્યું હતું કે તેને અન્ય ગેંગસ્ટરની હત્યાનો બદલો લેવા માટે હત્યાની યોજના બનાવી હતી.

LEAVE A REPLY

fifteen + 16 =