Getty Images)

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના વધુ 1009 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 64684 થયો છે. રાહતની વાત એ છે કે ગુજરાતમાં 20 જુલાઇ બાદ સૌથી ઓછા દૈનિક નોંધાયા છે.

ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ 14614 છે અને જેમાંથી 83 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 22ના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 2509 થયો છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં સૌથી વધુ 198-ગ્રામ્યમાં 60 એમ કુલ 258 કેસ નોંધાયા હતા. આ સાથે જ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 13826 થયો છે.

છેલ્લા 24 કલાકમાં સુરતમાં વધુ 11 સાથે કોરોનાથી કુલ મરણાંક 446 થયો હતો. આ ઉપરાંત વધુ 195 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આમ, સુરતમાં હવે કોરોનાથી સાજા થનારા દર્દીઓનો આંક 9515 છે. અમદાવાદ શહેરમાં 139-ગ્રામ્યમાં 12 એમ કુલ 151 નવા કેસ નોંધાયા હતા.

આમ, અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 26969 થયો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં વધુ 6ના મૃત્યુ થયા હતા. આમ, અમદાવાદમાં કોરોનાથી કુલ 1609 વ્યક્તિના મૃત્યુ થયેલા છે. આ ઉપરાંત વધુ 109 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આમ, અમદાવાદમાં કુલ 21801 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી વડોદરા શહેરમાં 80-ગ્રામ્યમાં 18 કુલ 98, રાજકોટ શહેરમાં 70-ગ્રામ્યમાં 15 કુલ 85, ભાવનગર શહેરમાં 27-ગ્રામ્યમાં 20 કુલ 47, જામનગર શહેરમાં 28-ગ્રામ્યમાં 6 કુલ 34, દાહોદમાં 29, મહેસાણામાં 26, ગાંધીનગર શહેરમાં 7-ગ્રામ્યમાં 18 કુલ 25, પંચમહાલમાં 22, જુનાગઢ શહેરમાં 12-ગ્રામ્યમાં 9 કુલ 21, ખેડામાં 20, અમરેલીમાં 19, ભરૂચમાં 18, કચ્છમાં 17, બોટાદમાં 16 નવા કેસ સામે આવ્યા હતા.

આ ઉપરાંત ભાવનગર-જુનાગઢ-કચ્છ-રાજકોટ-વડોદરામાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક વડોદરામાં 84, રાજકોટમાં 32, ભાવનગરમાં 27, ગાંધીનગરમાં 43 છે. છેલ્લા 24 કલાકમાં કુલ 974 દર્દીઓ સાજા થયા છે. આમ, સાજા થનારા કુલ દર્દીઓ હવે 47561 છે.