Getty Images)

અમેરિકાના સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલના જણાવ્યાનુસાર અમેરિકામાં 2 મિલિયનથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઇ શકે છે. હાલના 24 લાખ કેસની તુલનાએ આ આંકડો લગભગ 10 ગણો છે. જોન હોપકિન્સ યુનિ.ના જણાવ્યાનુસાર અમેરિકામાં 1 દિવસમાં રેકોર્ડ 41 હજાર નવા દર્દી મળ્યા છે અને 2,430 મોત પણ થયાં છે. તેના એક દિવસ અગાઉ 37,077 કેસ આવ્યા હતા.

અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાથી 1,24,410 મોત થઇ ચૂક્યાં છે. ન્યુયોર્કમાં 31,301 અને ન્યુજર્સીમાં 14,872 મોત થયાં છે. હવે લગભગ દરેક રાજ્યમાં નવા દર્દી વધી રહ્યા છે. કેલિફોર્નિયામાં દર્દીઓ 2 લાખને પાર પહોંચ્યા છે. એરિઝોના, ફ્લોરિડા અને ટેક્સાસમાં 5 હજારથી વધુ નવા દર્દી મળ્યા છે. છેલ્લા 14 દિવસમાં અહીંની હોસ્પિટલો 32 ટકા સુધી ભરાઇ ગઇ છે.

ઘણાં રાજ્યોએ અનલૉક રોક્યું: કોરોનાના વધતા કેસ જોતાં ટેક્સાસ સહિત ઘણાં રાજ્યોએ અનલૉકનો આગામી તબક્કો ટાળ્યો છે. ટેક્સાસમાં મે મહિનામાં રેસ્ટોરન્ટ્સ તથા વેપાર-ધંધા ખોલવા મંજૂરી અપાઇ હતી. ગવર્નર ગ્રેગ એબોટે કહ્યું કે દર્દીઓ વધતાં અમારે આકરા નિર્ણયો લેવા પડ્યા છે.