Getty Images)

કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહેલી દુનિયા માટે એક સારા સમાચાર છે કે, લોકોને બહુ જલ્દી કોરોના વાઇરસની વેક્સિન મળી શકે છે. અત્યારે સમગ્ર દુનિયામા કોરોના વાઇરસના 1 કરોડ લોકો સંક્રમિત છે અને 5 લાખ લોકોના મૃત્યુ થઈ ગયા છે. WHOના જણાવ્યા અનુસાર, AstraZenaca નામની ફાર્મા કંપનીની કોરોના વાઇરસની રસી ChAdOx1 nCov19 જેને AZD1222 પણ કહેવામા આવે છે, જેનુ પરીક્ષણ છેલ્લા સ્ટેજમા છે.

WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સોમ્યા સ્વામીનાથનના જણાવ્યા અનુસાર, AZD1222 નામની રસીનુ માણસોનુ પર પરીક્ષણ છેલ્લા સ્ટેજમા છે અને કોરોનાની વેક્સિન બનાવવામા AstraZeneca ફાર્મા કંપની સૌથી આગળ છે. જેની ટ્રાયલ બ્રિટેન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમા ચાલી રહી છે. જેનુ પરીક્ષણ 10,260 લોકો પર કરવામા આવ્યુ. AZD1222 નામની આ રસીને બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીના જેનેર ઈન્સિટ્યુટે બનાવી છે.

WHOના અનુસાર, એક બીજી ફાર્મા કંપની Moderna કંપની કોરોના વેક્સિન mRNA 1273 પર સૌથી ઝડપથી કામ કરી રહી છે, પરંતુ હાલ AstraZenecaની ફાર્મા કંપની પર WHOને વધુ વિશ્વાસ છે. AstraZeneca કંપનીએ કહ્યુ છે કે, કોરોના વાઇરસની રસી આ વર્ષના અંતમા બજારમા આવી જશે. આ વર્ષના છેલ્લા ભાગમા યૂરોપમા કોરોના વાઇરસની રસીની 40 કરોડની ડિલીવરીનો ડોઝ મળશે.

WHOએ આ બાબતે નિવેદન આપતા જણાવ્યુ કે, દુનિયાભરના દેશોમા કોરોનાની 2 કરોડથી વધુ રસી ઉપલબ્ધ કરવા આવશે પરંતુ આ રસી 2021ના અંત ભાગ સુધીમા મળશે. WHOના ડાયરેક્ટર ટેડ્રોસ ગેબ્રેસસના જણાવ્યા અનુસાર, કોરોના વાઇરસને નિયંત્રિત કરવા માટે અને લોકોના જીવનને બચાવવા માટે કોરોના રસીની જરૂર છે. જે બહુ ઝડપથી અને વધુ પ્રમાણમા મળે. એ સ્પષ્ટ છે કે જે લોકો રૂપિયા ચૂકવે છે તેને જ રસી ના મળે પરંતુ બધા જ જરૂરિયાત દર્દીઓને રસી મળવી જોઇએ.