ભારતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની છે તેવામાં મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં એક જ એમ્બ્યુલન્સમાં 22 મૃતદેહો ભરવામાં આવ્યા હતા આ મૃતદેહોને હોસ્પિટલથી સ્મશાન લઈ જવામાં આવી રહ્યા હતા. આ તમામ લોકોના મોત કોરોનાથી થયા હતા. આ ઘટનાના કારણે હોબાળો મચી ગયો હતો અને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
આ ઘટના બીડ જિલ્લાના અંબોજોગઈમાં બની હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે કે 22માંથી 14 દર્દીઓના મોત શનિવારે થયા હતા, જ્યારે બાકીના મોત રવિવારે થયા હતા. 9નાં મોત લોખંડી સવરગાંવ જંબો કોવિડ સેન્ટરમાં થયા હતા. બીડ જિલ્લા કલેક્ટર રવિન્દ્ર જગપાતે જણાવ્યું હતું કે “મેં અંબાજોગઈ એડિશનલ કલેક્ટરને તપાસના આદેશ આપ્યા છે. અમે દોષિતો સામે કાર્યવાહી કરીશું.