(File picture) Lashkar-e-Taib chief Hafiz Saeed (ANI Photo)

ઇઝરાયેલ સરકારે મંગળવારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પાકિસ્તાનસ્થિત લશ્કર-એ-તૈયબા (LeT)ને ત્રાસવાદી સંગઠન જાહેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, 26/11ના રોજ મુંબઇમાં થયેલા આતંકી હુમલાની 15મી વર્ષગાંઠ છે. ભારતમાં ઇઝરાયેલી એમ્બેસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ત્રાસવાદને નાથવા માટે યુનિફાઇડ ગ્લોબલ ફ્રંટ”ને પ્રોજેક્ટ કરવા માટે આ લશ્કર-એ-તૈયબાને આંતકી જુથ તરીકે જાહેર કરવા માટેની તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી.

નિવેદનમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, LeTને ત્રાસવાદી સંગઠન જાહેર કરવા માટે ભારત સરકારે કોઈપણ સત્તાવાર વિનંતી કરી નહોતી.

26 નવેમ્બર 2008ના રોજ પાકિસ્તાની ત્રાસવાદીઓએ બે ઈઝરાયેલી નાગરિકો-ગેબ્રિયલ હોલ્ટ્ઝબર્ગ અને રિવકા હોલ્ટ્ઝબર્ગ સહિત સેંકડો લોકોની હત્યા કરી હતી. હુમલા દરમિયાન, ત્રાસવાદીઓએ મુંબઈમાં ચાબાડ લુબાવિચ યહૂદી સેન્ટરને પણ નિશાન બનાવ્યું હતું, જે ચાબાડ હાઉસ તરીકે પણ ઓળખાય છે.

7 ઓક્ટોબરના હુમલા પછી પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસ સામે ઇઝરાયેલના યુદ્ધ દરમિયાન આ નિર્ણય લેવાયો હતો, આ યુદ્ધમાં 1,200થી વધુ લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગે નિર્દોષ નાગરિકો હતા. હમાસના ત્રાસવાદીઓએ હુમલા દરમિયાન અંદાજે 240 ઇઝરાયેલીઓનું અપહરણ પણ કર્યું હતું.

 

LEAVE A REPLY

1 + four =